Site icon News Continuous Bureau | Mumbai

પોતે માસ્ક પહેર્યા વગર, અન્ય નાગરિકોને દંડતા પોલીસ કોન્સ્ટેબલ સ્વયં ઉચ્ચ અધિકારી ના હાથે દંડાઈ ગયા…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 ઓગસ્ટ 2020 

એક પોલીસ કોન્સ્ટેબલ પોતે માસ્ક ન પહેર્યું હોવા છતાં આવતાં જતાં રાહદારીઓને માસ્ક ન પહેરવાં બાદલ દંડ કરી રહ્યો હતો. આ વાત જ્યારે એના ઉપરી અધિકાર સુધી પહોંચી ત્યારે સ્વમ કોન્સ્ટેબલે દંડ ભરવો પડ્યો હતો.

આ ઘટના ઉત્તરપ્રદેશ ના બાંડી પોલીસ સ્ટેશનની છે.  ફરજ પર હાજર એસએચઓ ત્યાંથી પસાર થતા ગામલોકો, સાયકલ સવારો અને રાહદારીઓને ચલણો આપી રહ્યા હતા અને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા હતા.. આ અંગે કેટલાક ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેમના ચહેરાને તેમને ગમછાથી કવર કરેલું હોવાં છતાં પણ દંડ કરવામાં આવ્યો હતો. આ જ સમય દરમિયાન પોલીસ અધિક્ષક ને જાણ થઈ કે એસ.એચ.ઓ. માસ્ક ન પહેરવા બદલ ચલણો ઇશ્યૂ કરી રહ્યા છે, જ્યારે એક ફોટોગ્રાફમાં તે પોતે માસ્ક વગર દેખાતાં હતાં..  ઉપરી અધિકારીએ તરત જ કોન્સ્ટેબલ પાસેથી 500 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. 

આ  ઘટના અંગે ઉપરી અધિકારી એ કહ્યું કે “ફેસ માસ્ક પહેરવાથી વ્યક્તિ, તેના પરિવારના સભ્યો અને લોકોને (રોગથી) રક્ષણ મળે છે. જો અમારા અધિકારીઓ જ  આ મૂળભૂત મુદ્દાઓનું પાલન કરતા નથી, તો આપણે સમાજને શું સંદેશ આપીશું?"  “આ ચલણ દ્વારા અમે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ લોકોથી  ઉપર નથી. જો આપણે કોઈ ભૂલ કરીશું, તો આપણે પણ તે જ કાયદાની કક્ષામાં આવવું જોઈએ” એમ તેમણે ઉમેર્યું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version