News Continuous Bureau | Mumbai
આવતી કાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 5 ડીસેમ્બરે જ પૂર્ણ થઈ છે ત્યારે હવે સૌ કોઈની નજર મતગણતરી પર છે. જો કે, મતદાનનો નિરસ પ્રતિસાદ જોવા મળ્યો છે. મતદારો વધ્યા છતાં મતદાન ઓછું થયું છે. મતદાનના નિરશ પ્રતિસાદ વચ્ચે આવતી કાલે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં 1.75 કરોડ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ જ કર્યો નથી. છેલ્લી બે ચૂંટણી કરતાં 5.5 ટકા આસપાસ મતદાન ઓછું થયું છે. સરેરાશ 64.33 ટકા મતદાન નોંધાયું છે.
આવતી કાલે વડોદરા, ભાવનગર, અમદાવાદ સહીતના સેન્ટરોમાં મતદાન નોંધાયું છે. સત્તા કોને મળશે તેના પર પડદો આવતી કાલે ઉંચકાશે. એક્ઝિટ પોલના આંકડાઓ અનુસાર બીજેપી સરકાર બનાવી રહી છે પરંતુ આવતી કાલે વધુપ ચિત્ર સ્પષ્ટ થશે. ઈવીએમના આધારે આવતી કાલે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: World Cup Football : રોનાલ્ડોની જગ્યા લેનાર 21 વર્ષીય ખેલાડીની હેટ્રિક; પોર્ટુગલ આ મેચ 6-1થી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે
2012 પછી ઓછું મતદાન નોંધાયું
બંને તબક્કામાં ગાંધીધામ મતવિસ્તારમાં સૌથી ઓછું 48 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે થરાદમાં સૌથી વધુ 87 ટકા મતદાન થયું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન થઈ ગયું છે 2007ની ચૂંટણી પછી ગુજરાતમાં આ સૌથી ઓછી મતદાન ટકાવારી છે. 2007માં 59.77 ટકા, 2012માં 72.02 ટકા અને 2017માં 69.01 ટકા નોંધાયું હતું.
2017માં 1.37 કરોડ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો
ગુજરાતમાં આ વખતે 4.91 કરોડ નોંધાયેલા મતદારો હતા જેમાં 2.53 કરોડ પુરૂષો, 2.37 કરોડ મહિલાઓ અને 1391 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. તેમાંથી 1.69 કરોડ પુરૂષો, 1.46 કરોડ મહિલાઓ અને 445 ટ્રાન્સજેન્ડર મળીને કુલ 3.16 કરોડ મતદારો મતદાન કરવા ગયા હતા. આમ 1.75 કરોડ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો. જેની સરખામણીમાં 2017માં કુલ મતદારો 4.35 કરોડ મતદારો હતા અને તેમાંથી 1.37 કરોડ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.
Join Our WhatsApp Community