210 Join Our WhatsApp Community
રાજકોટના જંકશન રોડ ઉપર આરએમએસ પોસ્ટ ઓફિસ નજીક ટ્રકે ડબલસવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલા સફાઈ કામદારનું મૃત્યુ થયાના બે વર્ષ પહેલાના કેસમાં મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ દ્વારા રૂપિયા ૪૩ લાખનું વળતર મંજુર કરવામાં આવ્યું છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારી શારદાબેન મનસુખભાઈ અજારા ગઇ તા. ૧૩-૧૨-૨૦૨૦નાં રોજ તેમનાં પતિનાં બાઇકમાં પાછળ બેસીને રેલવે સ્ટેશન રોડ, આરએમએસ પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક નં.જીજે-૦૪-એકસ-૬૯૬૦નાં ચાલકે હડફેટે લેતાં, શારદાબેન મનસુખભાઈ અજારનું મૃત્યુ થયું હતું. આથી તેમના વારસદારો દ્વારા અકસ્માત મૃત્યુનું વળતર મેળવવા વીમા કંપની સામે મોટર એકસીડન્ટ ટીબ્યુનલ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: બ્યુટી ટિપ્સ : શું તમને શિયાળામાં ચામડી સુકાવાના કારણે ચીરા પડવાની સમસ્યા છે ? તો અજમાવો આ ઉપાય..
મૃતક શારદાબેન રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં હોય અને માસિક રૂ.૩૪ હજાર આવક ધરાવતાં હોય, પોતાનાં કુટુંબનો આધાર તેમજ મેઈન વ્યકિત હોવા મતલબની વારસદારોના વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ તથા શ્યામ જે. ગોહીલની રજૂઆતો ધ્યાને લઈ અને ખાસ તો ટ્રકની ઇન્સ્યોરન્સ કંપની સરકારી કંપાની હોવા છતાં, તેમાં પ્રોસ્પેક્ટિવ ઇન્કમની ગણતરી કરી ગુજરનારનાં વારસાને હાલની મોંઘવારી મુજબ મહતમ વળતરની ગણતરી કરી ગુજરનાર શારદાબેનનાં કેસમાં રૂ.૪૩ લાખનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે. આ ક્લેઇમ કેસમાં રાજકોટના અકસ્માત વળતરના કેસોના એડવોકેટ રવિન્દ્ર ડી.ગોહેલ, શ્યામ છે.ગોહીલ, નિજ, ગોહીલ, મૃદુલા એસ. ગોહીલ, તથા આસિસ્ટન્ટ તરીકે દિનેશ ડી. ગોહેલ, દિવ્યેશ કણઝારીયા, કિશન ડી.મારૂ તથા જતીન ગોહેલ રોકાયા હતા.