News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય તપાસ એજન્સી EDએ આજે (સોમવારે) નાગપુર અને મુંબઈમાં 15 સ્થળોએ સર્ચ અને સર્વે હાથ ધર્યો છે. આ દરમિયાન 5.51 કરોડ રૂપિયાની જ્વેલરી અને 1.21 કરોડ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી હતી.

એજન્સીએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. 5.51 કરોડની કિંમતના સોના અને હીરાના આભૂષણો, આશરે રૂ. 1.21 કરોડની રોકડ, ડિજિટલ ઉપકરણો અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ સર્ચ પંકજ મેહડિયા, લોકેશ અને કાતિક જૈનના રોકાણ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. પંકજ મેહડિયા નાગપુરમાં ઠગબાઝ તરીકે ઓળખાય છે. તેના પર ઉંચુ વ્યાજ બતાવીને વેપારીઓને છેતરવાનો આરોપ છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચના નાણાં વિભાગ દ્વારા તેની અને તેના સાથીદારો સામે છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે.

ઉલેખનીય છે કે આ પહેલા ડિસેમ્બરમાં EDના અધિકારીઓએ સોપારીની દાણચોરીના કેસમાં નાગપુર અને મુંબઈમાં 17 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 11.5 કરોડ રૂપિયાની 289.57 ટન સોપારી જપ્ત કરવામાં આવી હતી. સાથે જ 16.5 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડોનેશિયાથી ભારત-મ્યાનમાર બોર્ડર દ્વારા સોપારીની દાણચોરી કરવામાં આવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલો!, વિસ્ફોટમાં આટલા પોલીસકર્મીઓના નિપજ્યા મોત..!