186
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે જેની જાણકારી તેમણે પોતે જ ટ્વિટ કરીને આપી છે.
તેમણે જણાવ્યું કે, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. સંક્રમણના લક્ષણો હળવા છે જેને ધ્યાનમાં રાખીને ઘરમાં જ આઈસોલેટ થયો છું.
સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા કહ્યું છે.
આ દરમિયાન સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉત્તર મુંબઈના ભાજપના આ ધારાસભ્યને મોટો ઝટકો, જીત્યા પછી પણ મુંબઈ બેંક બે હાથ દૂર; જાણો વિગતે
You Might Be Interested In