News Continuous Bureau | Mumbai
Delhi Yamuna Water Level: રાજધાની દિલ્હી(Delhi) માં સતત વધી રહેલા યમુનાના જળ સ્તરે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર નોંધાયું હતું, ત્યારબાદ આજે યમુના(Yamuna river) નું જળસ્તર 207.55 નોંધાયું છે. યમુનાના જળસ્તર (Yamuna River Water Level) ના વધતા સ્તર વચ્ચે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સાથે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
યમુનાના જળ સ્તરે 54 વર્ષનો રેકોર્ડ તોડ્યો
યમુનાના (Yamuna water level) જળ સ્તરે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, આ પહેલા વર્ષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર નોંધાયું હતું. યમુનામાં 204.50 મીટરને ચેતવણીનું સ્તર અને 205.33 મીટરને ખતરનાક માનવામાં આવે છે. સોમવારથી યમુનાનું જળસ્તર સતત ખતરાના નિશાનથી ઉપર નોંધાઈ રહ્યું છે.
મોડી રાત સુધી પાણીની સપાટી વધી શકે છે
સેન્ટ્રલ વોટર કમિશન (CWC) એ આજે રાત સુધીમાં યમુનાનું જળસ્તર 207.72 મીટર રહેવાની આગાહી કરી છે, જેના પછી સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે ‘દિલ્હી માટે આ સારા સમાચાર નથી’. દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડ્યો નથી, જો કે, હરિયાણા (Haryana) દ્વારા હથિનીકુંડ બેરેજમાં અસામાન્ય રીતે વધુ પાણી છોડવાને કારણે યમુનાનું સ્તર વધી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Jammu and Kashmir: જમ્મુ કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદીઓની ધરપકડ
સીએમ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી
યમુનાના વધતા જળસ્તર વચ્ચે સીએમ અરવિંદ કેજરીવાલે(CM Arvind Kejriwal) સાંજે 4.30 કલાકે દિલ્હી સચિવાલયમાં ઈમરજન્સી બેઠક(Emergency meeting) બોલાવી છે. આ બેઠકમાં દિલ્હી સરકારના મંત્રી સહિત વિવિધ સરકારી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં પૂરને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષાની સાથે રાહત કાર્યની અસરકારક રણનીતિ પર ચર્ચા થવાની સંભાવના છે.
18 જુલાઇ સુધી વરસાદની શક્યતા
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ(India Meteorological Department) ની સફદરજંગ સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરીએ દિલ્હીમાં 16 જુલાઈ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની ધારણા છે. આ સિવાય દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. IMD અનુસાર, 17 અને 18 જુલાઈએ પણ દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ(Delhi rain with thunderstorm) ની આગાહી છે.