ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર ચાલી રહી છે.
આ ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે કે, 2022ની આવનારી ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહી, આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ.
સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા, તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે.
અહીંયા તોફાન લાવવા માટે 25-30 વ્યક્તિની જ જરૂર છે. ખાલી આપણે 25 લોકો મન બનાવી લઇએ તો ભાજપનો સફાયો થઈ શકે છે.
તેમણે કોંગ્રેસ નેતાઓની પાંડવો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓની સરખામણી કૌરવો સાથે કરતા કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ સત્ય સાથે હતા અને તેમની સેના જૂઠની સાથે હતી.
આજે પણ તેમની પાસે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે, આપણી પાસે કશું જ નથી.