News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવારે 2019ની શરૂઆતમાં સરકાર બનાવી હતી. આ સરકાર થોડા કલાકો જ ચાલી. આ અંગે કટાક્ષ કરતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એનસીપી પ્રમુખ શરદ પવાર ( Sharad Pawar ) આ શપથ ગ્રહણ સમારોહથી વાકેફ હતા.
ઉદ્ધવ ઠાકરેનો વિશ્વાસઘાત દર્દનાક
આ રહસ્ય ખુલ્યા બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ફડણવીસે કહ્યું કે 2019માં અમે સરકાર બનાવવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે ચર્ચા કરી હતી. આ સરકાર વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. પરંતુ બાદમાં અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પહેલો વિશ્વાસઘાત ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો અને બીજો દગો પવારે કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Marburg Virus : આફ્રિકાના દેશોમાં ફેલાઈ રહ્યો છે ‘માર્બર્ગ વાયરસ’, વિશ્વ આરોગ્ય સંસ્થાએ બોલાવી બેઠક, જાણો કેટલો જીવલેણ છે
અમારી સાથે ચૂંટણી લડી, બીજા સાથે મળીને સરકાર બનાવી
ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે અમારી સાથે ચૂંટણી લડ્યા અને પ્રચાર કર્યો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે એક જાહેર સભામાં ફડણવીસને મુખ્યમંત્રી બનવાનું કહ્યું ત્યારે તેઓ કંઈ બોલ્યા ન હતા, પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે આંકડાઓ જોતા ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવાના કોડ જાગ્યા હતા. તેમને લાગ્યું કે હવે કોંગ્રેસ અને શિવસેના બંને સાથે મળીને સરકાર બનાવી શકે છે. ફડણવીસે એમ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનો વિશ્વાસઘાત અમારા માટે પીડાદાયક હતો કારણ કે તેઓ અમારા હતા, અજિત પવારનો વિશ્વાસઘાત એટલો પીડાદાયક નહોતો.
Join Our WhatsApp Community