મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે શુક્રવારે વિધાન પરિષદને જણાવ્યું હતું કે તેમની પહેલાં મહારાષ્ટ્રમાં શાસન કરનાર ઉદ્ધવ ઠાકરેની એમવીએ ( MVA ) સરકારે તેમને જેલમાં ધકેલી દેવાનું ( Sanjay Pandey ) કાવતરું ઘડ્યું હતું. ફડણવીસે કહ્યું કે એમવીએ સરકાર ભાજપના ઘણા નેતાઓને જેલમાં ( jail ) મોકલવા માંગતી હતી.
નાગપુરમાં શિયાળુ સત્રના છેલ્લા દિવસે દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે તેમની ધરપકડની જવાબદારી રાજ્યના પૂર્વ ડીજીપી સંજય પાંડેને આપવામાં આવી હતી. સંજય પાંડેની બાદમાં મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “અગાઉની સરકાર બદલાની ભાવના સાથે કામ કરી રહી હતી. મેં ગૃહમાં એક પેનડ્રાઈવ રજૂ કરી હતી, જેમાં વકીલો અને કેટલાક નેતાઓ ખોટા કેસો બનાવીને અમને જેલમાં નાખવાનું કાવતરું ઘડી રહ્યા હતા. (ભાજપના નેતાઓ) ગિરીશ મહાજન, પ્રવીણ દરેકરને નિશાન બનાવવામાં આવ્યા હતા, પ્રસાદ લાડને નિશાન બનાવવામાં આવ્યા હતા અને મને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું… સંજય પાંડેને કોઈ પણ રીતે મને જેલમાં ધકેલી દેવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે ભાજપે બનાવી રણનીતિ, અમિત શાહ પણ કરશે રેલી
આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે અહીં દાવો કર્યો હતો કે એકનાથ શિંદે સરકાર એમવીએ સરકારની જેમ જ કામ કરશે. તેમણે કહ્યું, “કંગનાએ તમારી વિરુદ્ધ નિવેદન આપ્યું, તમે તેમનું ઘર તોડી દીધું. તમે તેમની વિરુદ્ધ કેસ લડવા માટે વકીલને 80 લાખ રૂપિયા આપ્યા. આ કોના પૈસા હતા? તમે અપક્ષ ધારાસભ્ય રવિ અને સાંસદ નવનીત રાણા સાથે શું કર્યું? તે હનુમાન ચાલીસ નહીં વાંચે તેવી જાહેરાત કર્યા પછી તમે તેમને પણ 13 દિવસ સુધી જેલમાં નાખી દીધા. કાયદો અને વ્યવસ્થા વિશે બોલતા પહેલા તમારે તેના વિશે વિચારવું જોઈએ.”
Join Our WhatsApp Community