News Continuous Bureau | Mumbai
Dogs Given Retirement: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે મધ્ય પ્રદેશ પોલીસે (Madhya pradesh police) એક નિવૃત્તિ સમારોહનું આયોજન કર્યું છે, જેમાં કુલ 10 સ્નિફર ડોગ્સ (Sniffer Dog)નું સન્માન કરવામાં આવ્યું છે.
સમારોહ દરમિયાન આ શ્વાનને તેમની અમૂલ્ય અને અતુલ્ય સેવા બદલ ભવ્ય વિદાય (Retirement ceremony) આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે પણ વીડિયો જોયા બાદ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 14 હજાર વખત જોવામાં આવ્યો છે અને તેને 400થી વધુ લાઈક્સ પણ મળ્યા છે.
જુઓ વિડીયો
कभी देखी है ऐसी विदाई @MPPoliceDeptt के डॉग्स की, हत्या लूट के मामले की तफ़तीश कर पुलिस की नौकरी के बाद सेवानिवृत्त हुये दस डॉग्स को मध्य प्रदेश पुलिस से इस शान से विदाई दी गई, @DGP_MP @drnarottammisra pic.twitter.com/PtP09ypHSB
— Brajesh Rajput (@brajeshabpnews) July 9, 2023
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મધ્યપ્રદેશ પોલીસે (Madhya Pradesh Police) એક પછી એક 10 સ્નિફર ડોગ્સને વિદાય આપી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શ્વાનને સ્ટેજ પર બોલાવીને તેમને હાર પહેરાવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: British airlines In Pakistan: પાકિસ્તાનની કંગાલીનો શિકાર બની આ બ્રિટિશ એરલાઇન! પાકમાં તેની સેવાઓ બંધ કરવા થઈ મજબૂર..
હાર પહેરાવવામાં આવ્યો
વીડિયોમાં દરેક ડોગ પોલીસકર્મીની સાથે જોવા મળે છે અને સ્ટેજ પર અધિકારીઓ દ્વારા હાર પહેરાવવામાં આવે છે. આ સમારોહમાં ઘણા વધુ પોલીસકર્મીઓ પણ ભાગ લેતા જોવા મળ્યા હતા.
યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી
આ વીડિયો જોઈને ઘણા યુઝર્સે તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું કે “તે આ સન્માનને પાત્ર છે. તેણે આ કમાવ્યું છે.” અન્ય એક યુઝરે લખ્યું કે “બધાને અભિનંદન અને શુભેચ્છાઓ.”