News Continuous Bureau | Mumbai
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નજીકના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબના બિઝનેસ પાર્ટનર સદાનંદ કદમની કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દાપોલીમાં કથિત સાંઈ રિસોર્ટના મામલામાં EDએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. દાપોલી તાલુકાના મુરુડ ખાતેના કથિત સાંઈ રિસોર્ટના કેસમાં ઈડીએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ દાપોલીમાં સાઈ રિસોર્ટ હાલમાં સદાનંદ કદમની માલિકીનું છે.
મહત્વનું છે કે ઉદ્યોગસાહસિક સદાનંદ કદમ શિવસેનાના નેતા રામદાસ કદમના નાના ભાઈ છે. તેમની સામે ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. EDએ તેમને કસ્ટડીમાં લીધા છે અને EDની ટીમ તેમને મુંબઈ લઈ ગઈ છે. ED અધિકારીઓએ તેમને રત્નાગિરી ગામમાં કુડોશી ખાતે સદાનંદ કદમના પોતાના અનિકેત ફાર્મ હાઉસમાંથી અટકાયતમાં લીધા છે. સદાનંદ કદમ બાદ હવે અનિલ પરબ સામે કદાચ કડક કાર્યવાહી થઇ શકે છે. આ કેસમાં હવે ઇડીની કાર્યવાહી વધુ ઝડપી બને એવી શક્યતા છે. આ પહેલા ઇડીએ સાઇ રિસોર્ટ મામલામાં અનિલ પરબને સમન્સ આપી કલાકો સુધી પૂછપરછ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં મોટી બેંકિંગ કટોકટી સર્જાઈ! આ બેંકને લાગ્યા તાળાં, ભારતીય રોકાણકારો પણ ચિંતિત
છેલ્લા કેટલાક દિવસોથી બીજેપી નેતા કિરીટ સોમૈયા દાપોલીના સાઈ રિસોર્ટના મામલામાં સતત ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય અનિલ પરબ પર આરોપ લગાવી રહ્યા હતા. આ જ સાઈ રિસોર્ટ કેસમાં સોમૈયાએ સદાનંદ કદમનું નામ પણ ઉમેર્યું હતું.