News Continuous Bureau | Mumbai
Cheetah Death : કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચીતા પ્રોજેક્ટને શુક્રવારે વધુ એક ઝટકો લાગ્યો છે. કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા મૃત હાલતમાં મળી આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2022 ના રોજ કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી આઠ ચિત્તાઓને જંગલમાં છોડ્યા હતા. પાર્કમાંથી સૂરજ નામના નર ચિતાનો મૃતદેહ મળી આવ્યો છે. તેને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો. સવારે પેટ્રોલિંગ ટિમને મૃતદેહ મળ્યા બાદ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ આઘાતમાં છે.
તેજસ નામના ચિતાનું રહસ્યમય રીતે મોત
ઉલ્લેખનીય છે કે ગત ત્રણ દિવસ પહેલા જ તેજસ નામના ચિત્તા(Cheetah death) નું રહસ્યમય રીતે મોત થયું હતું. તેજસનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સામે આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે. તેજસ પણ દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો. પાંચ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો. તેનું વજન માત્ર 43 કિલો હતું. સામાન્ય રીતે, ચિત્તાનું કારણ 50-60 કિગ્રા છે. તેજસના આંતરિક અંગોને ભારે નુકસાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો: Market Wrap: માર્કેટમાં જોરદાર તેજી, રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા સેન્સેક્સ નિફ્ટી, આ શેર્સમાં જબરદસ્ત ખરીદારી..
કુનો નેશનલ પાર્કમાં 15 ચિત્તા બાકી
નોંધનીય છે કે મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં આઠ નામીબિયા(Nabimia) અને 12 દક્ષિણ આફ્રિકા(South Africa)થી લાવવામાં આવ્યા હતા. આ સાથે માદા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાં તમામ બચ્ચા મૃત્યુ પામ્યા છે. આ સાથે પાંચ મોટા ચિત્તાઓના મોત(Cheetah Death) થયા છે. કુનો નેશનલ પાર્કમાં 15 ચિત્તા બાકી છે. આવી સ્થિતિમાં ચિત્તા પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોની ચિંતા વધી ગઈ છે. સૂરજના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેનું મોત કેવી રીતે થયું તે સ્પષ્ટ થશે.