ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જાન્યુઆરી 2022
સોમવાર
દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. પરંતુ પંચે કોરોનાને કારણે રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે.
આજે પાંચ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને કોરોના રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે.
સાથે પંચની આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવશે કે રેલી પર પ્રતિબંધ ચાલુ રાખવો કે નહીં.
કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં ચૂંટણી પંચ હજુ પ્રતિબંધ હટાવવાના મૂડમાં નથી.
જોકે, પ્રતિબંધોમાં થોડી છૂટછાટ મળવાની શક્યતા છે.
આયોગ કેન્દ્રીય આરોગ્ય સચિવ, મુખ્ય સચિવો અને પાંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે પણ આ અંગે ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરીએ ચૂંટણી પંચે રેલીઓ, જાહેર સભાઓ અને રોડ-શો પર પ્રતિબંધ મૂક્યો હતો. પહેલા આ પ્રતિબંધ 15 જાન્યુઆરી સુધી હતો અને પછી તેને 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો.