News Continuous Bureau | Mumbai
કોરોનાથી મૃત્યુ પામેલાઓના સંબંધીઓને સરકાર તરફથી વળતર આપવામાં આવી રહ્યું છે. જોકે આ વળતર મેળવવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ બનાવટી ડેથ સર્ટિફિકેટ બન્યા હોવાની ચોંકાવનારી વિગત કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી છે.
કોરાનાથી થયેલા મૃત્યુમાં વળતર મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવવા અને વળતરની અરજીની સમયમર્યાદા નક્કી કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી પૂરી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો છે. આ દરમિયાન કોર્ટે નકલી સર્ટિફિકેટની રેન્ડમ તપાસ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે કરાવવાનો સંકેત પણ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ! ભાજપના પ્રેમમાં મહિલાનું ઘર ભાંગ્યુ, ભાજપને મત આપતા પતિએ ઘરમાંથી કાઢી મૂકી. છૂટાછેડાની ધમકી આપી હોવાની મહિલાએ પોલીસને કરી ફરિયાદ જાણો વિગતે
સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીમાં જસ્ટિસની બેન્ચે કહ્યું હતું કે કોરોનાથી મોતના મામલામા અરજી માટે 60 દિવસ અને ભવિષ્યમાં કોરોનાથી થતા મોત માટે 90 દિવસની સમય મર્યાદા નક્કી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયા સુધીનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી આ વળતર ચૂકવવામાં આવ્યું હતું.
અનેક રાજ્યોમાં વળતર માટે નકલી સર્ટિફિકેટ બની રહ્યા હોવા બાબતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.