News Continuous Bureau | Mumbai
Gandhinagar : પૂર્વ IAS(Former IAS) અને ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાની(S.K Langani) પોલીસે આજે ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસે જમીન સત્તાનો દુરુપયોગ કરીને જમીન ભ્રષ્ટાચાર આચર્યો હોવાના મામેલ ધરપકડ કરી છે. જમીન નિયમ વિરુદ્ધ જઈને ખોટી રીતે પધરાવી દેવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. તેમને મોડી સાંજ સુધી એસઈઆઈટી ઓફિસ લવાશે. સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો છે.
પૂર્વ આઈએએસએ સરકારી જમીન(Land) અને ગૌશાળાની જમીન બારોબાર નિયમનું ઉલ્લઘન કરીને નિયમ વિરુદ્ધ બિલ્ડરને આપવા મામલે આરોપો લાગ્યા છે. ખોટી મંજૂરીઓ આપવાના આરોપો પણ લાગ્યા છે.
અધિકારીએ નિયમ વિરુદ્ધ આદેશો આપીને સરકારી તિજોરીઓને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. ત્યારે આ તમામ આરોપોસર સેક્ટર 7માં ફરીયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત ફરીયાદના આધારે ધરપકડ(Arrested) કરાઈ છે.
આ કેસને લગતા જે તે સમયના દસ્તાવેજો એકત્રિત કરાયા હતા. સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ માઉન્ટ આબુ(Mount Abu) હતા અને મોડી રાત્રે તેઓને ગાંધીનગર લવાશે. પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા આવતીકાલે કોર્ટમાં રીમાન્ડની માગ કરાશે. ત્યારે પૂછપરછમાં અન્ય ખુલાસાઓ થઈ શકે છે. તેમની સાથે અન્ય કોઈ સંકડાયેલું છે કે કેમ તેના પણ ખુલાસાઓ થઈ શકે છે. ગાંધીનગરમાં કલેક્ટર તરીકે તેમના સમયમાં મહેસુલી નિર્ણયો જે લેવાયા છે તે બાબતે પણ તપાસ અધિકારી દ્વારા અહેવાલ સોંપાયો હોવાની વિગતો મળી છે.
આ સમાચાર પણ વાંચો: GST Council : મલ્ટીપ્લેક્સમાં ખાવાનું થશે સસ્તું, તો ઓનલાઈન ગેમિંગ પર લાગશે 28% GST.. કાઉન્સિલ બેઠકમાં લેવાયા આ મોટા નિર્ણય