ગોવાના મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા 6 દિવસથી આગ લાગેલી છે, જેના ફેલાવાનો ખતરો વધી રહ્યો છે. દરમિયાન, ‘લાર્જ એરિયા એરિયલ લિક્વિડ ડિસ્પરશન ઇક્વિપમેન્ટ’થી સજ્જ ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરોએ આગને ઓલવવા નો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ અંગે માહિતી આપતા સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે કર્ણાટકની સરહદે ગોવાના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત મ્હાદેઈ અભયારણ્યના જંગલોમાં છેલ્લા 6 દિવસથી કેટલીક જગ્યાએ આગ લાગી છે, જેને બુઝાવવા માટે નૌકાદળ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને મંગળવાર અને બુધવારે ઘણી ઉડાન ભરી હતી.
‘હેલિકોપ્ટરે 17 ટન પાણી છાંટ્યું’
બુધવારે એક ટ્વીટમાં, ભારતીય નૌકાદળના ગોવા નેવલ એરિયા એ કહ્યું, “ગોવામાં જંગલમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા રાજ્ય પ્રશાસનને સતત મદદ કરી રહ્યા છીએ. ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરોએ 8 માર્ચે સંખ્યાબંધ ઉડાન ભરી હતી. તેઓએ કોર્ટલીમ અને મોરલેમમાં લગભગ 17 ટન પાણીનો છંટકાવ કર્યો.” મોરલેમ એ મ્હાદેઈ વન્યજીવ અભયારણ્ય નો ભાગ છે, જ્યારે કોર્ટલીમ એ સ્થળ છે જ્યાં બુધવારે આગની જાણ થઈ હતી. અગાઉ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની અધ્યક્ષતામાં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની એક બેઠક યોજાઈ હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
‘7 માર્ચ થી આગ ઓલવવાના પ્રયાસો ચાલુ’
નેવીએ એક ટ્વીટમાં જણાવ્યું કે, ‘રાજ્યના વન વિભાગ તરફથી જંગલોમાં આગ ની માહિતી મળતાં જ 6 માર્ચે ભારતીય નૌકાદળ મુંબઈ અને કોચી થી તરત જ ‘લાર્જ એરિયા એરિયલ લિક્વિડ ડિસ્પરશન ઈક્વિપમેન્ટ’ આ કામગીરીમાં હેલિકોપ્ટર દ્વારા ઉપયોગમાં લેવાશે. LAALDE થી સજ્જ હેલિકોપ્ટરોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં 26 થી વધુ ઉડાન ભરી. અંતરિયાળ વિસ્તારમાં ચલાવવામાં આવી રહેલા આ જટિલ અભિયાન અંતર્ગત નજીકના તળાવમાંથી પાણી લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગોવાના અધિકારીઓ સાથે નેવી હેલિકોપ્ટર 7 માર્ચની સવારથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો માં લાગ્યા છે.
ફાયર બ્રિગેડ અને વન વિભાગ આગને કાબૂમાં લઈ શક્યું નથી
અગાઉ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે જો વન રક્ષકો તપાસ દરમિયાન તેમની ફરજમાં બેદરકારી માટે દોષિત જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ આગ લગાવવા માટે જવાબદાર હશે તો તેને પણ બક્ષવામાં આવશે નહીં. સાવંતે મંગળવારે રાત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીએમએ) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી જે દરમિયાન તેમને આગ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમને માહિતી આપવામાં આવી હતી કે અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ માટે નેવીના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આગને અન્ય વિસ્તારોમાં ફેલાતી રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન
કાજુની ખેતી માટે લગાવી આગ!
ગોવાના મુખ્યમંત્રી સાવંતે કહ્યું કે એવી આશંકા છે કે કેટલાક લોકોએ જાણી જોઈને કાજુની ખેતી કરવા માટે આગ લગાવી હશે જે ગેરકાયદેસર છે. આગનું કારણ જાણવા માટે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને સંબંધિત વન રક્ષકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાવંતે કહ્યું, “જો કોઈ ફોરેસ્ટ ગાર્ડ તેની ફરજમાં બેદરકારી માટે દોષિત જણાશે, તો તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે.” બેઠકની અધ્યક્ષતા કર્યા પછી, મુખ્યમંત્રીએ વન મંત્રી વિશ્વજીત રાણે અને ધારાસભ્ય દિવ્યા રાણે સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ લીધી.
Join Our WhatsApp Community