News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં હજુ પણ કાતિલ ઠંડી પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.નવ વર્ષની ઉજવણી દરમિયાન પણ આ ઠંડી વધી શકે તેવી વાત સામે આવી રહી છે. 31 મી ડિસેમ્બરથી જ ગુજરાતમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. માહિતી પ્રમાણે 29 મી ડિસેમ્બર સુધીમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો આવી શકે તેવી વિગતો સામે આવી રહી છે.
હાલની માહિતી પ્રમાણે,ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે અહીં 8 ડિગ્રી સુધીનું નીચું તાપમાન સામે આવ્યું છે. તો મેટ્રો સીટી અમદાવાદ પણ ઠંડીના પ્રકોપ થી બાકાત નથી. અહીં પણ 12 થી 13 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. તો આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 13 થી 15 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ કોઈ ઠંડીના કારણે રાહત ન હોય તેવી વિગતો પણ કહેવામાં આવી રહી છે. તો ગાંધીનગર,રાજકોટ,પાટણ,ભુજ,પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ તાપમાન નીચું નોંધાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ ઠંડીના કારણે કાપી રહ્યું છે. તાપમાન વિશે વાત કરીએ તો, સૌથી ઓછું તાપમાન નલિયા 8.1 ડિગ્રી,રાજકોટ 10 ડિગ્રી,ભુજ 10 ડિગ્રી,પાટણ 10. 4 ડિગ્રી,ગાંધીનગર 11.4 ડિગ્રી,પોરબંદર 11.6 ડિગ્રી,ભાવનગર 13.7 ડિગ્રી,કંડલા 13.3,સુરત 14.5 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું હોવાની વિગતો સામે આવી રહી છે. તો બીજી તરફ ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં પણ ઠંડીનો પ્રકોપને કારણે લોકો થીજી રહ્યા છે.