News Continuous Bureau | Mumbai
એશિયા સિંહો નું એકમાત્ર અંતિમ નિવાસસ્થાન સાસણમાં સિંહ દર્શન માટે દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવે છે તારીખ 15 જૂનથી સતાવાર ચોમાસાની શરૂઆત થઈ જાય છે ચોમાસાના કારણે જંગલમાં 15 દિવસ વરસાદ હોય નદીનાડાઓમાં ઘોડાપૂર આવે રસ્તાઓનું ધોવાણ થઈ જાય જંગલના રસ્તાઓમાં કાદવ થાય વાહન ચલાવવું મુશ્કેલ બને સિંહ સહિતના વન્ય પ્રાણીઓને સયનકાળ હોવાથી આવા અનેક કારણોને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 દિવસ બાદ સાસણ અને ગિરનાર જંગલ સફારી ચાર માસ માટે બંધ થશે.
આ સમાચાર પણ વાંચો: આ રાશિઓ પર હંમેશા રહે છે કુબેર દેવના આશીર્વાદ, ધનની નથી થતી કોઈ કમી
સરકારી ચોપડે સતાવાર ચોમાસું શરૂ થવા ને 15 દિવસ બાકી હોય છે આગામી 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ અને જૂનાગઢની ગિરનાર સફારી બંધ રહેશે ગત વર્ષે જંગલ સફારીમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ સફારીના માધ્યમથી સિંહ દર્શન કર્યા હતા ત્યારે હવે વનરાજાનું વેકેશન પડવાને માત્ર 15 દિવસ બાકી છે આગામી તારીખ 15 મી થી ચાર માસ સાસણ અને ગિરનાર જંગલ સફારી જુનાગઢ વેકેશન પડી જશે ગીરના જંગલમાં સફારી માં જવા માટે માત્ર દેવળિયા સફારી પાર્ક જ વેકેશન દરમિયાન ખુલ્લું રખાય છે