News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની ચિંતા વધારી દે તેવા સમાચાર છે. હાલમાં, મહારાષ્ટ્રમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સંક્રમિત 170 થી વધુ દર્દીઓ છે. દરમિયાન મહારાષ્ટ્રમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સંક્રમિત બીજા દર્દીનું મૃત્યુ થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ પિંપરી-ચિંચવડમાં H3N2 થી ચેપ લાગવાથી 73 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. શહેરમાં અગાઉ MBBSનો અભ્યાસ કરતા 23 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની હવે તપાસ કરવામાં આવશે. જેના કારણે રાજ્યમાં તણાવ વધી ગયો છે.
પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડમાં H3N2 ના પ્રથમ દર્દીનું મૃત્યુ થયું છે. 8 માર્ચે દર્દીને તાવ અને શરદીને કારણે પિંપરી ચિંચવડની YCM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ ગુરુવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ડોક્ટરોએ માહિતી આપી છે કે પિંપરી-ચિંચવડ શહેરમાં હાલમાં કોઈ સક્રિય દર્દી નથી.
આ સમાચાર પણ વાંચો : વધુ એક હવાઈ દુર્ઘટના, અરુણાચલમાં લશ્કરનું આ હેલિકોપ્ટર થયું ક્રેશ, પાયલટની શોધખોળ શરૂ..
રાજ્યમાં સંખ્યામાં વધારો થયો છે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પુણેમાં સૌથી વધુ દર્દીઓ છે. છત્રપતિ સંભાજીનગર અને નાશિકમાં દર્દીઓ જોવા મળી રહ્યા છે.
આરોગ્ય વિભાગ એલર્ટ
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે હવે આરોગ્ય વિભાગ એલર્ટ પર છે, નાગરિકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. જો શરદી તાવ અને ઉધરસ જેવા લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ઉપેક્ષા કર્યા વિના તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.