PMJAY : ગુજરાતમાં શરૂ થયો આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : નાગરિકોને આજથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..

PMJAY : PMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ બજાજ વીમા કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગ(Health department) ના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી વિધિવત રીતે ₹. ૧૦ લાખની વીમા સહાયનો આજે પ્રારંભ કરાવ્યો ₹.૧૦ લાખની વીમા સહાય થી ટ્રાન્સપ્લાન્ટ , ઇમ્પાન્ટ અને અત્યંત ખર્ચાળ સર્જરીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ આયુષ્માન કાર્ડ ધારકોના પરિવારજનોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

by Dr. Mayur Parikh
Beneficiaries of Ganga Swaroop Economic Assistance Yojana are requested to produce Ayushman Card - PMJAY

News Continuous Bureau | Mumbai
PMJAY : આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ (Ayushman card) ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચ(Health insurance) ની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે.
આજે બજાજ ઇન્સોયરન્સ કંપની (Bajaj Insurance Company) ના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાય (Health insurance assistance) થી હૃદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.
બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ (Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.

આ સમાચાર પણ વાંચો:  Shakti arora : દીપડા પછી હવે અજગર નો વારો, આ સિરિયલ ના સેટ પર ઘુસ્યો અજગર, શો ના અભિનેતા એ બતાવી 150 ઈંડાં આપનાર સાપની ઝલ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે.
આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી(PM Narendra Modi)ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ. ૧૦ લાખની થઇ છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More