News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના વલણો આવવાના શરુ થઈ ગયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર સરાજ સીટથી આગળ ચાલી રહ્યા છે. શિક્ષણ મંત્રી ગોવિંદ ઠાકુરને સૌથી મોટો ફટકો પડી રહ્યો છે. ગોવિંદ ઠાકુરે મનાલીથી ચૂંટણી લડી હતી અને હાલમાં તેઓ પ્રારંભિક વલણોમાં પાછળ ચાલી રહ્યા છે. આ વખતે રાજ્યની 68 બેઠકો માટે કુલ 412 ઉમેદવારો મેદાનમાં હતા.
સરાજ બેઠક પરથી રાજ્યના હાલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પોતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. પ્રારંભિક વલણો મુજબ જયરામ ઠાકુર આગળ છે. જયારે શિમલા ગ્રામીણ બેઠક પરથી કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ આગળ ચાલી રહ્યા છે. વિક્રમાદિત્ય સિંહ પૂર્વ મુખ્યમંત્રી રાજા વીરભદ્ર સિંહના પુત્ર છે.
શિમલા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજય સૂદ પાછળ ચાલી રહ્યા છે. સંજય સૂદ ચાની દુકાન ચલાવે છે અને સમગ્ર હિમાચલ પ્રદેશમાં ચાયવાલા તરીકે પ્રખ્યાત છે. કસુમ્પતિ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુરેશ ભારદ્વાજ પાછળ ચાલી રહ્યા છે. સુરેશ હિમાચલ પ્રદેશની વર્તમાન સરકારમાં શહેરી વિકાસ અને કાયદા મંત્રી પણ છે.
આ સમાચાર પણ વાંચો:શું આ વખતે માધવસિંહનો 149 સીટોનો રેકોર્ડ તૂટશે, BJP ચાલી રહી છે આગળ, જાણો કેટલી સીટોથી આગળ
હરોલી બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હિમાચલ પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી આગળ ચાલી રહ્યા છે. મુકેશ કોંગ્રેસ તરફથી સીએમની રેસમાં પણ સામેલ છે. જયારે ફતેહપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને હિમાચલ પ્રદેશના વન મંત્રી રાકેશ પઠાનિયા આગળ ચાલી રહ્યા છે.
નાદૌન બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખવિંદર સિંહ સુખુ આગળ ચાલી રહ્યા છે. સુખુ કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પણ છે. મંડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનિલ શર્મા આગળ ચાલી રહ્યા છે. મનાલી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા ગોવિંદ ઠાકુર ચૂંટણી મેદાનમાં છે. જેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. ગોવિંદ હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી પણ છે. આ વખતે ભાજપના ઘણા બળવાખોર નેતાઓ પણ મનાલીથી ચૂંટણી લડ્યા છે.
ડેલહાઉસી બેઠક પરથી કોંગ્રેસ નેતા આશા કુમારી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર ધવિન્દ્ર સિંહ ઠાકુર આગળ ચાલી રહ્યા છે. ભાજપ તરફથી આ બેઠક પરથી ધવિન્દ્ર સિંહ ઠાકુર ઉમેદવાર છે. કસૌલી બેઠક પરથી સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રાજીવ સૈઝલ આ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીંથી કોંગ્રેસે વિનોદ સુલતાનપુરીને મેદાનમાં ઉતાર્યા છે. અત્યારે ડૉ. રાજીવ સૈઝલ પાછળ ચાલી રહ્યા છે.