News Continuous Bureau | Mumbai
ભાજપ કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવાના મૂડમાં નથી કારમી હાર બાદ કોંગ્રેસે પ્રતિષ્ઠા ગુમાવી બેઠું છે. ગુજરાતમાં 182માંથી કોંગ્રેસ-આપ પાસે મળીને વિપક્ષી 23 ધારાસભ્યો છે. કોંગ્રેસના 17 અને આપના 5 એમ વિપક્ષના ધારાસભ્યોની સંખ્યા 26 જોઈએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. રાજ્યમાં 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ આનાથી ઉત્સાહિત છે. જેની ઝલક આ મહિને શરૂ થતા બજેટ સત્રમાં જોવા મળશે. જ્યારે ગૃહની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે અને વિપક્ષ એક બાજુ નાના ભાગમાં દેખાશે. 182 સભ્યોની વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોની કુલ સંખ્યા 26 છે. જેમાં ત્રણ અપક્ષ દ્વારા સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ-આપ પાસે મળીને વિપક્ષ પાસે માત્ર 23 ધારાસભ્યો છે.
બીજેપીમાંથી જ નિકળેલા અપક્ષ ધારાસભ્યો પાસેથી અપેક્ષા ઓછી
અપક્ષની વાત કરવામાં આવે તો બે નેતાઓ ધવલસિંહ ઝાલા વગેરે ભાજપમાં જ હતા જેથી તેઓ અપક્ષમાંથી કોંગ્રેસ તરફ નહીં જાય આ ઉપરાંત અન્ય બે સીટોમાંથી એક વડોદરાની તો એક ઉત્તરગુજરાતની અપક્ષની સીટ છે જેઓ પહેલાથી જ ભાજપના સમર્થનમાં છે જેથી આ 26ની પૂર્તિ વિપક્ષને કરવી મૂશ્કેલ બની ગઈ છે. બીજી તરફ અત્યાર સુધી કોંગ્રેસને લિસ્ટમાં ના ગણતું આપ પણ કોંગ્રેસ સાથે ગઠંધનમાં 5 સીટોમાં જવાનું પણ નહીં વિચારે.
વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાને સત્તાવાર રીતે વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસે પોતાની આ ભૂલને કારણે જે પણ પ્રતિષ્ઠા હતી તે ગુમાવી દીધી હતી, કારણ કે કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ નહીં મળે તે ચૂંટણીના પરિણામો બાદ જ સ્પષ્ટ થઈ ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : બજેટમાં ગરીબોને મોટી રાહત, હવે એક વર્ષ સુધી ફ્રી રાશન ચાલુ રહેશે.
બેઠકોની સંખ્યા 10 ટકાથી ઓછી હતી ત્યાં ભાજપે વિપક્ષના નેતાનું પદ આપ્યું નથી
પંચાયતથી લઈને સંસદ સુધી સત્તાધારી ભાજપ તેની ઝીરો ટોલરન્સ નીતિને વળગી રહેવાના મૂડમાં છે. ગુજરાતની મેટ્રોપોલિટન નગરપાલિકાઓ હોય કે લોકસભા. જ્યાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા 10 ટકાથી ઓછી હતી ત્યાં ભાજપે બીજા પક્ષને વિપક્ષના નેતાનું પદ આપ્યું નથી. અમી રાવત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે, પરંતુ તેઓ વિપક્ષના નેતા નથી. આવા સંજોગોમાં મોટો પ્રશ્ન એ છે કે ભૂતકાળમાં કડવા અનુભવો ભોગવનાર કોંગ્રેસને આખરે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ મળશે તેવી ભાજપ પાસેથી અપેક્ષા કેમ હતી? જ્યારે ભાજપે ઘણી ચર્ચાઓ પછી પણ લોકસભામાં કોંગ્રેસને આ પદ નહોતું આપ્યું.
Join Our WhatsApp Community