News Continuous Bureau | Mumbai
સુરત જિલ્લાના કામરેજના ગાયપગલા તાપી તટ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેતી પ્રવૃત્તિ સામે રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમ્યાન તાપી તટે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિમાં સામેલ એક નાવડી અને ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. કામરેજ તાલુકાના તાપી તટ વિસ્તારના ગામો જેવા કે ઘલા, કરજણ, ધોરણ પારડી તેમજ ગાયપગલા એ ગેરકાયદેસર રેતી ઉલેચતા ખનીજ માફીયાઓ માટે દૂઝણી ગાય સમાન છે. તાપી તટ વિસ્તારમાં આવેલા ઘલા, કરજણ, ગાય પગલા તેમજ ધોરણ પારડી વિસ્તાર માંથી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ પકડવાની ઘટના નવીન નથી. ભૂસ્તર વિભાગ તેમજ કામરેજ પોલીસ દ્વારા તમામ ગામોના તાપી તટે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અંગે અસંખ્ય વખત રેઇડ ની કામગીરી થઇ જ ચૂકી છે.હજી તો રેઇડમાં ઝડપાયેલા ટ્રક અને નાવડી સહિતના સાધનો છોડાવ્યા ના હોય ત્યાં તો એ જ ગેરકાયદેસર રેતી ખનન ફરી બીજા જ દિવસે ધમધમતું થઈ જાય છે.
આ અંગેના કામરેજના કરજણ ગાય પગલા ખાતેની રેઇડ દરમ્યાન ફરી ચાલુ થતી ગેરકાયેદસર રેતી ખનન પ્રવૃત્તિ એનું જીવતું જાગતું ઉદાહરણ હતું. ત્યારે કામરેજના ગાયપગલા તાપી નદી વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 7 લાખની કિંમતનો મુદ્દામાલ પકડાયો હતો.
આ સમાચાર પણ વાંચો : સુવિધા. મધ્ય રેલવે આ 5 સમર સ્પેશિયલ ટ્રેનોની 100 ટ્રીપ ચલાવશે.. જાણો તમામ વિગતો..