News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)માં ચાલતી ખેંચતાણ વચ્ચે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને તેના જૂથને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર ઠાકરે(Nihar Thackeray)એ શુક્રવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મુલાકાત દરમિયાન નિહારે તેમની પાસે સમર્થન પણ માગ્યું છે.
આ મુલાકાત તે સમયે થઈ છે જ્યારે સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને તેમનું જૂથ છેલ્લા ઘણા સમયથી શિવસેના પર પોતાનો અધિકાર વ્યક્ત કરે છે. તેમનું માનવું છે કે લોકતંત્રમાં બહુમત પ્રમાણે એ નક્કી થાય છે કે સત્તામાં કોણ છે અથવા પાર્ટી કોની છે. હાલ આ બહુમત અમારી પાસે છે આથી શિવસેના પર અમારો અધિકાર હોવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : ધ આર્ચીસ ની ટિમ સાથે 'કોફી વિથ કરણ'નો ભાગ બનશે સુહાના ખાન અને ખુશી કપૂર- ચેટ શોમાં થશે રસપ્રદ ખુલાસા
ઉલ્લેખનીય છે કે આ કેસ ચૂંટણી પંચ પાસે છે. ઉદ્ધવ જૂથ(Uddhav group) અને શિંદે જૂથ ચૂંટણી આયોગ સામે આ મામલે પહેલા જ હસ્તક્ષેપ કરવાની માગ કરી ચૂક્યા છે.