News Continuous Bureau | Mumbai
ભૂપેન્દ્ર પટેલે આજે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. હવે ભૂપેન્દ્ર સરકારના મંત્રીઓ શપથ લઈ રહ્યા છે. આવો જાણીએ આમાં કોણ કોણ સામેલ છે? કેટલા જૂના ચહેરાઓને સ્થાન મળ્યું અને કેટલા નવા?
પ્રાપ્ત જાણકારી મુજબ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં 8 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે. હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચેય MLA ભાજપમાં જાય તેવી શક્યતા