કડીના લગ્નમાં નોટોનો વરસાદ, આકાશમાં ઉડતી 500ની નોટો લૂંટવા લોકોએ કરી પડાપડી, જુઓ વીડિયો

ભારતીય લગ્નોમાં તમે વર-કન્યાની ધમાકેદાર એન્ટ્રીથી લઈને વિવિધ રીતરિવાજોના ઘણા વીડિયો જોયા હશે. લગ્ન પ્રસંગે લોકો મનમુકીને પૈસાનો ખર્ચો કરતા હોય છે.

by Dr. Mayur Parikh
It Rained Rupees at the wedding, currency Notes From 10 To 500 Rupees Flew, People Scrambled To Take The Money.

News Continuous Bureau | Mumbai

ભારતીય લગ્નોમાં તમે વર-કન્યાની ધમાકેદાર એન્ટ્રીથી લઈને વિવિધ રીતરિવાજોના ઘણા વીડિયો જોયા હશે. લગ્ન પ્રસંગે લોકો મનમુકીને પૈસાનો ખર્ચો કરતા હોય છે. ડીજેથી માંડીની ફટાકડાની ધૂમ અને શાનદાર ભોજન સમારોહ આ વસ્તુઓ આજકાલ કોમન થઈ ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર આવી જ દેશી વેડિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને પણ નવાઈ પામશો.

આ વીડિયોમાં લગ્ન સમારંભમાં લોકો ઘરની છત પરથી ( currency Notes ) લાખો રૂપિયા ( Rained Rupees ) ઉડાવતા દેખાઈ રહ્યાં છે. આ નોટો ઉડે છે તો એવું લાગી રહ્યું છે કે જાણે આકાશમાંથી નોટોનો વરસાદ વરસતો હોય. ધાબા પરથી ચલણી નોટોનો વરસાદ થતાં જ પૈસા લેવા ગામ લોકોમાં પડાપડી થવા લાગી હતી. એક અહેવાલ મુજબ આ વીડિયો ગુજરાતના કડીના સેવડા અગોલ ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર / હવે ફ્રીમાં બદલી શકશો ફાટેલી નોટ, પરત મળશે પૂરા રૂપિયા: જાણો RBIનો નિયમ

Join Our WhatsApp Community

You may also like