News Continuous Bureau | Mumbai
ભારતીય લગ્નોમાં તમે વર-કન્યાની ધમાકેદાર એન્ટ્રીથી લઈને વિવિધ રીતરિવાજોના ઘણા વીડિયો જોયા હશે. લગ્ન પ્રસંગે લોકો મનમુકીને પૈસાનો ખર્ચો કરતા હોય છે. ડીજેથી માંડીની ફટાકડાની ધૂમ અને શાનદાર ભોજન સમારોહ આ વસ્તુઓ આજકાલ કોમન થઈ ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર આવી જ દેશી વેડિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને પણ નવાઈ પામશો.
#કડીના લગ્નમાં #નોટોનો વરસાદ, આકાશમાં ઉડતી 500ની નોટો #લૂંટવા લોકોએ કરી પડાપડી, જુઓ #વીડિયો#Gujarat #kadi #Mehsana #mairrage #currency #rain #viralvideo #newscontinuous pic.twitter.com/GqccUGrVaw
— news continuous (@NewsContinuous) February 20, 2023
આ વીડિયોમાં લગ્ન સમારંભમાં લોકો ઘરની છત પરથી ( currency Notes ) લાખો રૂપિયા ( Rained Rupees ) ઉડાવતા દેખાઈ રહ્યાં છે. આ નોટો ઉડે છે તો એવું લાગી રહ્યું છે કે જાણે આકાશમાંથી નોટોનો વરસાદ વરસતો હોય. ધાબા પરથી ચલણી નોટોનો વરસાદ થતાં જ પૈસા લેવા ગામ લોકોમાં પડાપડી થવા લાગી હતી. એક અહેવાલ મુજબ આ વીડિયો ગુજરાતના કડીના સેવડા અગોલ ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર / હવે ફ્રીમાં બદલી શકશો ફાટેલી નોટ, પરત મળશે પૂરા રૂપિયા: જાણો RBIનો નિયમ
Join Our WhatsApp Community