News Continuous Bureau | Mumbai
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ( Bengaluru ) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અતિ વ્યસ્ત એવા કે.આર. માર્કેટ વિસ્તારમાં ભરબપોરે એક યુવકે ફ્લાયઓવર પરથી 10-10 રૂપિયાની ( bundle of cash ) નોટો ઉડાડી ( raining money ) હતી. જેને લુંટવા માટે ઘટના સ્થળે ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. ટ્રાફિક જામ શરૂ થયો હતો. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
It’s literally raining money in Blr😂Unidentified man in #Bengaluru showers #money from KR Market flyover. Comes in with a bag of money consisting of 10 rupee currency, throws notes down the flyover and leaves. People swarm in large numbers to collect the money. pic.twitter.com/rbHB0ugsiR
— Akshara D M (@Aksharadm6) January 24, 2023
વાયરલ વીડિયોમાં એક અજાણ્યા વ્યક્તિ પાસે 10 રૂપિયાની નોટો છે. તેના ગળામાં દિવાલ ઘડિયાળ પણ લટકતી જોઈ શકાય છે. તે ફ્લાયઓવર પરથી નોટો ઉડાડતો જોઈ શકાય છે. થોડી જ વારમાં ફ્લાયઓવર પર હાજર લોકો તેમની આસપાસ વેરવિખેર અને હવામાં ઉડતી ચલણી નોટો લેવા દોડી આવે છે. આ દરમિયાન યુવક પુલની બીજી બાજુ જાય છે અને ત્યાં જઈને પણ નોટોના બંડલ ખોલે છે અને ત્યાં પણ નોટો ફેંકવા લાગે છે. ત્યારે ફલાયઓવરની નીચે ઉભેલા લોકો નોટો લુંટવા લાગે છે. જોકે યુવકને આ રીતે નોટો ઉડાડતો જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયું હતું.
આ સમાચાર પણ વાંચો: JNUમાં હોબાળો, PM મોદી પર બનેલી વિવાદિત ડોક્યુમેન્ટરી જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો
મીડિયામાં પ્રકશિત અહેવાલો મુજબ નોટ ફેંકનાર યુવકની ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે કુલ 3,000 રૂપિયાની 10 રૂપિયાની ચલણી નોટો ફેંકી હતી.
Join Our WhatsApp Community