News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમો થઈ રહ્યા છે. આવામાં NCP નેતા ( NCP leader ) એકનાથ ખડસેના ( Eknath Khadse ) સમાચાર સામે આવ્યા છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ એકનાથ ખડસે છેલ્લા 8 દિવસથી નોટ રિચેબલ છે. એકનાથ ખડસે, જે તમામ સામાન્ય કાર્યકર્તાઓ માટે ફોન પર હંમેશા ઉપલબ્ધ રહેતા હોય છે, તે કેટલાક દિવસોથી ગુમ છે. સામાન્ય કામદારો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ફોન લાગી રહ્યો નથી.
બંને ફોન નોટ રિચેબલ
એકનાથ ખડસે છેલ્લા પાંચ-છ દિવસથી કાર્યકરોના સંપર્કમાં નથી. માહિતી એ પણ સામે આવી છે કે આવું પહેલીવાર થઈ રહ્યું છે. તેમના બંને ફોન નંબરો નોટ રિચેબલ હોય. આથી રાજ્યના રાજકારણમાં કોઈ મોટો ટ્વીસ્ટ આવે છે કે કેમ તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત છે.
કહેવાય છે કે એકનાથ ખડસે મુંબઈમાં છે. પરંતુ જલગાંવમાં તેમના કાર્યકર્તાઓ મૂંઝવણમાં છે કારણ કે તેમનો ફોન પર સંપર્ક થઈ શકતો નથી.
જલગાંવ જિલ્લામાં ( Jalgaon Muktai Nagar લોકપ્રિય એકનાથ ખડસે હાલમાં એનસીપીના મોટા રાજકારણી છે. તેઓ મુક્તાઈ નગરના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રીનું પદ પણ સંભાળી ચુક્યા છે. 2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. 2014માં તેમને મહેસૂલ મંત્રી તેમજ કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2020 માં, તેમણે ભારતીય જનતા પાર્ટીમાં મતભેદો અને અશાંતિને કારણે 21 ઓક્ટોબરે ભાજપ છોડી દીધું હતું. તેઓ 23 ઓક્ટોબર 2020ના રોજ NCPમાં જોડાયા હતા.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ટ્રાફિક જામ અને તેનાથી વધતું ધ્વનિ પ્રદૂષણ.. આ સમસ્યાના હલ માટે પાલિકા લાવી નવી યોજના.. લોકોને મળશે રાહત..
2016માં એકનાથ ખડસે પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એકનાથ ખડસેએ દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસ અને ગિરીશ મહાજને તેમના પર ખોટા આરોપ લગાવ્યા હતા. ત્યારથી ગિરીશ મહાજન અને એકનાથ ખડસે વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો.
એનસીપીમાં જોડાયા બાદ એકનાથ ખડસેને આ પાર્ટીમાં પણ વધુ તક મળી નથી. તેથી આ પાર્ટીમાં પણ તેઓ નારાજ હોવાની ચર્ચા છે.