News Continuous Bureau | Mumbai
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)ને બે દિવસમાં બેવડો ફાયદો થયો છે. પાર્ટી ભલે આજે ગુજરાત ણ એહીમચાલ પ્રદેશની ચૂંટણીના પરિણામોમાં સૌથી પાછળ ચાલી રહી છે. એટલે કે પાર્ટી બંને રાજ્યોમાં હારશે એવું નક્કી છે. છતાં, આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. આની સાથે જ દેશમાં રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા વધીને નવ થઈ જશે. ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં AAPને 13 ટકા વોટ મળ્યા છે. આનાથી તે ગુજરાતમાં પ્રાદેશિક પક્ષ અને રાષ્ટ્રીય પક્ષ બની ગયો છે. ચૂંટણી પંચ આ અંગે પછીથી જાહેરાત કરી શકે છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ એક દિવસ પહેલા જ એટલે કે બુધવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં જીત મેળવી છે. AAPએ બુધવારે MCD ચૂંટણીમાં 134 બેઠકો જીતીને નાગરિક સંસ્થામાં ભાજપના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો હતો. MCDના 250 વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર નવ બેઠકો મળી હતી.
આ સમાચાર પણ વાંચો:હિમાચલમાં નથી બદલાયો રિવાજ, કોંગ્રેસ બનાવશે સરકાર, હાઈકમાન્ડને સતાવી રહ્યો છે આ ડર!
દેશમાં કેટલા રાજકીય પક્ષો છે?
ચૂંટણી પંચ અનુસાર કોંગ્રેસ, ભાજપ, બસપા, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીઆઈએમ અને એનપીપી રાષ્ટ્રીય પક્ષો છે. એનપીપીને વર્ષ 2019માં રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો. આમ આદમી પાર્ટીએ દિલ્હી, પંજાબ અને ગોવામાં રાજ્ય પક્ષ એટલે કે પ્રાદેશિક પક્ષનો દરજ્જો હાંસલ કર્યો છે. ગોવામાં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેને 6.8 ટકા મત મળ્યા હતા.
રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે પૂરી કરવી પડે છે આમાંથી એક શરત
ચાર રાજ્યોમાં પ્રાદેશિક પક્ષનો દરજ્જો મળવો જોઈએ.
ત્રણ રાજ્યોમાં મળીને લોકસભાની ત્રણ ટકા બેઠકો મળીને જીત મેળવવી જોઈએ.
ચાર લોકસભા બેઠકો ઉપરાંત, ચાર રાજ્યોમાં સંસદીય અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં 6% મત પ્રાપ્ત કર્યા હોય.