News Continuous Bureau | Mumbai
રીમાન્ડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડુપ્લિકેટ હળદરમાં ઓલિયોરેઝીન કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું હતું. આમ આ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. કેમિકલનો જથ્થો પકડાતા આ મામલે વધુ તપાસ હાથ ધરાતા રીમાન્ડમાં કેટલીક બાબતો ભેળસેળને લઈને સામે આવી હતી.
ખેડાના નડિયાદમાં મીલ રોડ પર નકલી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ઝેરીલા હળદરનો પર્દાફાશ રેડ કરીને પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. નકલી હળદર બનાવતા કારખાનાનો પર્દાફાશ થયો હતો. કમળા ચોકડી પાસેથી નકલી હળદરની ફેક્ટરી હવે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: પ્રાણી પ્રેમીઓ આનંદો: રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અલગ-અલગ ૨૮ પ્રકારના પ્રાણીઓને લાવવામાં આવ્યા,
કોચીથી મંગાવવામાં આવતું હતું કેમિકલ
ડુપ્લિકેટ હળદરમાં ઓલિયોરેઝીન કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું હતું. આ કેમિકલ ગુજરાત બહાર કોચીમાંથી મંગાવવામાં આવતું હતું. જેથી આ મામલે વધુ તપાસ માટે નડિયાદ પોલીસના ત્રણ અધિકારીઓ કોચીમાં જશે. આ ડુપ્લીકેટ હદળદ 2017થી બનાવવામાં આવતી હતી.
લોકોના જીવન સાથે આ પ્રકારે જાણે ભેળસેળ કરીને ખાનપાનની વસ્તુઓ બનાવવામાં આવતા આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યું છે. હળદરની ભૂકીમાં મિલાવટ મામલે પોલીસ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.