ફળોના રાજા એવા કેરીના રસિયા માટે સારા સમાચાર છે. ગુજરાતના બજારોમાં કેસર કેરીની એન્ટ્રી થઈ ગઈ છે. બજારમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે.
ગુજરાત સહિત દેશભરમાં કેસર કેરી ખૂબ જ જાણીતી છે. ત્યારે જુનાગઢ ફ્રુટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ છે. યાર્ડમાં પહેલા દિવસે 100થી 150 પેટીની આવક થઇ છે. હાલમાં સીઝનની શરૂઆત હોવાથી 10 કીલોની પેટીનો ભાવ 1000 થી 1500 બોલાઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના માગાઠાણેમાં એકનાથ શિંદેના શિવસૈનિકોએ ભાજપના કાર્યકર્તાને ધોઈ નાખ્યો. વિડીયો વાયરલ.
ખેડૂતોને કેસર કેરીના સારા ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે વાતાવરણ પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક થશે એ જોવાનું રહેશે.