News Continuous Bureau | Mumbai
Kolkata Fight Video:ઘણીવાર તમે બે મહિલા(women fighting) ઓ વચ્ચે શેરીઓમાં કે રસ્તા પર કોઈ વાતને લઈને લડાઈ થતી જોઈ હશે. ઘણી વખત મહિલાઓનો ઝઘડો એટલો વધી જાય છે કે રસ્તા પર જ ઝપાઝપી શરૂ થઈ જાય છે. ઘણી વખત સ્થિતિ એવી બની છે કે પોલીસ(Police) ને ઘટનાસ્થળે આવવું પડે છે અને મામલો શાંત કરવો પડે છે. તેવી જ રીતે કોલકાતાની લોકલ ટ્રેન(Kolkata Local train)માં કેટલીક મહિલાઓ એકબીજા સાથે ઉગ્ર બોલા ચાલી થઇ હતી. મહિલા કોચમાં કેટલીક મહિલાઓ વચ્ચે એટલી હદે બોલાચાલી થઈ હતી કે તે સીધી ઢીકા પાટું સુધી પહોંચી ગઈ હતી
જુઓ વીડિયો
Spirit of Kolkatapic.twitter.com/dQmcA42xTZ
— Roads of Mumbai (@RoadsOfMumbai) July 12, 2023
મહિલાઓએ એકબીજા પર ચપ્પલનો વરસાદ કર્યો
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ કોઈ વાતને લઈને ઝઘડો(Fight) કરી રહી છે. અચાનક મહિલાઓએ એકબીજા પર ચપ્પલ(Footwear) વડે મારવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, મહિલાઓએ એકબીજાને લાતો, મુક્કા અને થપ્પડ (slap) મારવાનું શરૂ કર્યું.
આ સમાચાર પણ વાંચો: Bird Flu Surging Outbreak: સાવધાન! બર્ડ ફ્લૂનો નવો ખતરનાક સ્ટ્રેન, H5N1, માણસોને પણ સંક્રમિત કરી શકે છે..
બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો
વીડિયોમાં જોવા મળે છે કે જે સમયે ઝઘડો થયો તે સમયે કોચમાં ઘણી મહિલાઓ હાજર હતી. બોલાચાલી શરૂ થતાં સાથી મહિલાઓએ બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો એટલો વધી ગયો હતો કે ઝઘડા દરમિયાન હાજર અન્ય મુસાફરોના અનેક પ્રયાસો બાદ પણ ઝઘડો અટક્યો ન હતો અને મહિલાઓએ એકબીજાને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું. વાળ પણ ખેંચ્યા હતા.
યુવતીઓએ આ લડાઈનો વીડિયો બનાવ્યો
મહિલાઓ વચ્ચેની આ લડાઈ ચાલતી ટ્રેનમાં થઈ છે, જેમાં માત્ર મહિલાઓ જ દેખાઈ રહી છે. ત્યાં હાજર કેટલીક યુવતીઓ આ લડાઈનો વીડિયો બનાવતી જોવા મળી રહી છે. ત્યાં હાજર બાકીની મહિલાઓ વચ્ચે બચાવ થયા બાદ આ ઝઘડો શાંત થતો જણાય છે. એટલા માટે ત્યાં પીળા ડ્રેસમાં ઉભેલી મહિલા મોબાઈલથી વીડિયો બનાવી રહી છે, તે મહિલા પણ તેને ચપ્પલથી મારવા લાગે છે.