News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે હાલ બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપન કરવામાં આવેલી શિવસેનાના અધ્યક્ષ છે. આ શિવસેનાના ખરા અધ્યક્ષ સંદર્ભે કાયદાકીય રીતે વાંધો ઊંચકવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૂંટણી માં ઉધ્ધવ ઠાકરે હવે બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપન કરવામાં આવેલી શિવસેનાના મૂળભૂત સિમ્બોલ પર ચૂંટણી નહીં લડી શકે. ત્યારે તેમની સામે એક નવી સમસ્યા પેદા થઈ છે. આ એક કાનૂની દાવપેચ છે જ્યારે એક તરફ પક્ષ અને ચૂંટણી ચિન્હની પસંદગી બાકી છે ત્યારે મૂળ શિવસેનાની કાર્યકારિણીનો કાર્યકાળ 13 જાન્યુઆરીએ પૂરો થશે. હાલમાં જ શિવસેના ભવનમાં મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
શિવસેનાની મૂળભૂત કાર્યકારી સમિતિમાં શું વ્યવસ્થા છે?
શિવસેનાની વર્તમાન કાર્યકારી સમિતિ 13 જાન્યુઆરી 2017ના રોજ અસ્તિત્વમાં આવી હતી. શિવસેનાના બંધારણ મુજબ આ કાર્યકારિણીનો કાર્યકાળ પાંચ વર્ષનો છે. મૂળ શિવસેનાની કારોબારી સમિતિમાં 284 સભ્યો છે. તેમાં શિવસેનાના નેતાઓ, ઉપનેતાઓ, જિલ્લા પ્રમુખો, મહિલા અને યુવા સેનાના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક નેતાઓ, ઉપનેતાઓ, જિલ્લા વડાઓ, વિભાગના વડાઓ શિંદે જૂથમાં ગયા છે. અને કેટલાક જવા માટે તૈયાર છે. આવનાર દિવસોમાં બંધારણીય કટોકટી ઊભી થવાને કારણે ઉદ્ધવ ઠાકરેનો હોદ્દો મૂળભૂત શિવસેના માંથી સમાપ્ત થશે.
આ સમાચાર પણ વાંચો: કેરી રસિકો માટે સારા સમાચાર : મુંબઈ વાશી માર્કેટમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત..
આ કાયદાકીય ગંભીરતા સામે ઉદ્ધવ ઠાકરે શું કરી રહ્યા છે?
શિવસેના ભવન ખાતે મળેલી બેઠકમાં આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. પક્ષની અંદર ચૂંટણી યોજીને નવી કારોબારીની રચના કરવામાં આવે તો ચૂંટણી પંચ તેને માન્ય ગણશે કે કેમ તે અંગે પક્ષ શ્રેષ્ઠીઓ ચિંતામાં છે. હવે આ અંગે કાયદાકીય નિષ્ણાંતો સાથે સલાહ અને ચર્ચા ચાલી રહી છે.
કાર્યકારિણી પર ઉદ્ધવ ઠાકરેની સત્તા ખતમ થયા બાદ શિંદે જૂથ પક્ષને વિભાજિત કરવા માટે વધુ જોરશોરથી કામ કરશે. તેને રોકવા માટે શું કરી શકાય તે અંગે નિષ્ણાતોની સલાહ લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
સમસ્યા શું છે?
એકનાથ શિંદે શિવસેના પક્ષનો દાવો કરી ચૂક્યા છે. આથી પંચે બંને જૂથોને કામચલાઉ નામ અને ચિન્હો આપ્યા છે અને કોના કેટલા હોદ્દેદારો છે તેની માહિતી માંગી છે. હાલમાં શિવસેના વિધાન મંડળ અને સંસદીય દળ પર શિંદે જૂથનું વર્ચસ્વ છે. ઉપરાંત, એકનાથ શિંદે સહિત મૂળ કારોબારીમાંથી ઘણા પદાધિકારીઓ હવે શિંદે જૂથમાં છે. કારોબારીની સાથે ઉદ્ધવ ઠાકરેની સત્તા 13 જાન્યુઆરીએ સમાપ્ત થશે. તેથી, ઉદ્ધવસેના એ મૂંઝવણનો સામનો કરી રહી છે કે જો પક્ષની અંદર ચૂંટણી યોજીને નવી કાર્યકારી સમિતિની સ્થાપના કરવામાં આવે તો ચૂંટણી પંચ તેને માન્ય ગણશે કે કેમ.
Join Our WhatsApp Community