News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પુણે જિલ્લાની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીઓનું પરિણામ આજે આવી ગયું છે. પુણેની કસબા અને ચિંચવાડ બેઠકો ભાજપના મજબૂત કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ચિંચવાડમાં કંઈપણ અણધાર્યું નહોતું. પરંતુ પુણેની કસબા પેઠની બેઠક પર એક નવો ઇતિહાસ લખવામાં આવ્યો છે. ભાજપના અશ્વિની જગતાપ ચિંચવાડમાં જીત્યા છે. તો પુણેના કસબા પેઠમાં, કોંગ્રેસના રવિન્દ્ર ધંગેકર ભાજપના 28 વર્ષ જૂના કિલ્લાના કાંગરા ખેરવીને ભવ્ય વિજય મેળવ્યો છે. રવિન્દ્ર ધંગેકર 11 હજાર 40 મતોની સરસાઈ સાથે આ બેઠક પર જીત મેળવી છે.
કસબા પેઠ બેઠક પરથી રવિન્દ્ર ધંગેકરને 73194 મતો મળ્યા અને ભાજપના હેમંત રાસ્ને 62244 મતો સાથે બીજા સ્થાને રહ્યા. ચિંચવાડમાં, સ્વર્ગસ્થ ધારાસભ્ય લક્ષ્મન જગતાપના પત્ની અશ્વિની જગતાપને ભાજપે ટિકિટ આપીને ચૂંટણી જંગ લડાવ્યો હતો. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધીમાં હાથ ધરાયેલ ગણતરીમાં અશ્વિની જગતાપે 57 હજારથી વધુ મતો મેળવ્યા છે અને તેઓ મહાવિકાસ આઘાડીના સંયુક્ત ઉમેદવાર એનસીપીના નાના કાટેથી લગભગ દસ હજાર મતોથી આગળ છે. ચિંચવાડ માં વીસ રાઉન્ડમાંથી, સોળ રાઉન્ડ મતોની ગણતરી પૂર્ણ કરવામાં આવી છે. આથી તેમની જીત નક્કી જ છે.
આ સમાચાર પણ વાંચો : મુસાફરોની સુવિધામાં અગવડ, જોગેશ્વરી સ્ટેશન પરનો આ પદયાત્રી પુલ આ તારીખ સુધી રહેશે બંધ..
બીજેપી ધારાસભ્યો મુક્તા તિલક (કસબા) અને લક્ષ્મણ જગતાપ (ચિંચવડ) ના મૃત્યુને કારણે બંને બેઠકો પર પેટાચૂંટણીની જરૂર પડી. પેટાચૂંટણી 26 ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને સરેરાશ 50 ટકા મતદાન થયું હતું.
Join Our WhatsApp Community