News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના કામની ઝડપ વધારી દીધી છે. વિકાસ કામોની સમીક્ષા માટે મુખ્યમંત્રીની મુલાકાતો ચાલી રહી છે. મુખ્યમંત્રી શિંદે આવી જ એક પૂર્વ આયોજિત મુલાકાતે જઈ રહ્યા હતા. પરંતુ તેમના હેલિકોપ્ટરમાં ખરાબીના કારણે તેમને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
જ્યારે મુખ્ય પ્રધાન શિંદે તેમની પૂર્વ નિર્ધારિત સતારાની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે તેમના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારબાદ રાજભવન ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે મુંબઈના રાજભવનથી સતારામાં કાર્યક્રમ માટે રવાના થયા હતા. તેમના હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું હતું, પરંતુ ખરાબી ધ્યાનમાં આવતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી તેમનો સતારા-પાટણ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે
આ સમાચાર પણ વાંચો: Yuvasena: શિવસેનાએ યુવાસેનાના નવા હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત કરી છે, વાંચો કોને ક્યાં મળી તક..