Site icon News Continuous Bureau | Mumbai

Breaking News : બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લાગે તેવી શક્યતા. મંત્રીનું નિવેદન.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રમાં અત્યારે કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. તેમ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે હવે સંપૂર્ણ લોકડાઉન કરવાનો વિચાર શરૂ કર્યો છે. મંત્રી વિજય વડટ્ટીવારે આ સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અત્યારે બધી દુકાનો બંધ કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ ખાસ અસર દેખાઈ રહ્યો નથી. તેમજ રાજ્યમાં પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. આથી અમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પ્રસ્તાવ આપ્યો છે કે પૂર્ણ મહારાષ્ટ્રમાં કમ્પ્લીટ લોકડાઉન  લગાડવામાં આવે. આનો અર્થ એ થાય છે કે આખું મહારાષ્ટ્ર સંપૂર્ણ રીતે બંધ. આગામી બે દિવસમાં આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે દિલ્હી સરકારે જે પ્રકારનું લોકડાઉન લગાડ્યું છે તેનો બે દિવસમાં અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી જરૂરી એવી વસ્તુઓ ને ગ્રહણ કરીને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે. 

મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીએ એવું પણ કહ્યું કે આ કડક લોકડાઉન  બેથી ત્રણ સપ્તાહ નું હોઈ શકે છે. જો કે આ સંદર્ભે આખરી નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે.

ગુજરાતના આ જીલ્લામાં લાગ્યું 10 દિવસ નું પૂર્ણ લોકડાઉન. જાણો વિગત…

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version