News Continuous Bureau | Mumbai
Maharashtra Politics : મુખ્યમંત્રી એકનાથ શિંદેના(Eknath Shinde) હોમ ટાઉન થાણેમાં ઠાકરે જૂથના મહારાષ્ટ્રના સોશિયલ મીડિયા સંયોજક અયોધ્યા પોલ પર થાણેમાં શાહી(Ink) ફેંકવામાં આવી હતી. આ ઘટના શુક્રવારે સાંજે કાલવામાં બની હતી. આ મામલામાં અયોધ્યા પોલે કલવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
આ ઘટના બાદ ઠાકરે જૂથના નેતા અયોધ્યા પોલે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ગંભીર આરોપો પણ લગાવ્યા છે. વાત એમ બની કે એકનાથ શિંદે ની શિવસેના એ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં તમામ શિવસેનીકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે સમયે ઉદ્ધવ ઠાકરે જૂથના શિવ સૈનિકો ત્યાં પહોંચ્યા. અને કાર્યક્રમ એકનાથ શિંદે જૂથની શિવસેનાનો(Shivsena) છે તે ખબર પડી. ત્યારબાદ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાનું અભિવાદન કરવામાં આવ્યું. આ અભિવાદન દરમિયાન બાબાસાહેબનું અપમાન થયું છે તેવો આરોપ લગાડી તેને થપ્પડ મારવામાં આવી અને ચહેરા પર કાળી શાહી લગાડવામાં આવી.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના એ જેવું કર્યું તેવું પામ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) વિરાજમાન હતા ત્યારે શિવ સૈનિકો અલગ અલગ જગ્યાએ જઈને ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાની વિરુદ્ધમાં બોલનાર લોકોના ચહેરા ઉપર મેશ ચોપડતા હતા. અનેક જગ્યાએ શિવ સૈનિકોએ મારામારી પણ કરી હતી. આ સમયે રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હોવાને કારણે પોલીસ પણ નિષ્ક્રિય રહી હતી. હવે જ્યારે સત્તા ગઈ છે ત્યારે શિવ સૈનિકોને આવો પ્રસાદ પોતાના જ શિવ સૈનિકો દ્વારા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રનું રાજકારણ આવી નીચી હરકતો પર ઉતરી આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: શું તમારે તમારી પત્ની સાથે જોઈન્ટ હોમ લોન લેવી જોઈએ કે નહીં? જુઓ નિષ્ણાતો શું કહે છે તે.