Site icon News Continuous Bureau | Mumbai

તો ત્યાં સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન નહીં થાયઃ ટાસ્ક ફોર્સે કહી દીધી મોટી વાત; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.  

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજયમાં કોરોનાનો ચેપ વધુ ફેલાય નહીં તે માટે લોકડાઉન અથવા આકરા પ્રતિબંધ લાદવામાં આવે શક્યતા વર્તાય છે. તેથી સામાન્ય નાગરિકોમાં  લોકડાઉનનો ભય વ્યાપી ગયો છે. ત્યારે આ સંદર્ભમાં મહારાષ્ટ્રના કોવિડ ટાસ્ક ફોર્સે બહુ મહત્વનું વિધાન કર્યું છે.

મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સલાહકાર સભ્ય અને મુંબઈના ખાનગી હોસ્પિટલ સમન્વય સમિતિના પ્રમુખ ડો.ગૌતમ ભંસાલીએ એક મીડિયા હાઉસને જણાવ્યા મુજબ જ્યાં સુધી રાજ્યની પરિસ્થિતિ ગંભીર થતી નથી અને કોવિડના ગંભીર દર્દી હોસ્પિટલમાં દાખલ થતા નથી ત્યાં સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉનની શક્યતા નથી.

મહારાષ્ટ્રમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, આવ્યા રેકોર્ડબ્રેક કેસ;કોવિડ ટાસ્ક ફોર્સ એક્શન મોડમાં, ડોક્ટરોએ કરી આ તૈયારી  

ટાસ્ક ફોર્સના સભ્યના કહેવા મુજબ ખાનગી હોસ્પિટલમાં 7,000 બેડ ઉપલબ્ધ છે અને આવશ્યકતા જણાઈ તો તે વધારવામાં આવશે. સરકારી અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં લગભગ 30 ટકા બેડ્સ છે.  કોરોનાના લક્ષણો નહીં ધરાવતા દર્દી મોટાભાગે બેથી ત્રણ દિવસમાં સારા થઈ જાય છે. મુંબઈમાં 40,000 સુધી કેસ થાય તેની તૈયારી રાખવામાં આવી છે.  ગુરુવારે 20,000 કેસ થયા તે અપેક્ષિત હતું.
 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version