News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે મહાવીર જયંતિ નિમિત્તે થાણેમાં શ્રી થાણા જૈન ફેડરેશન દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમજ આ પ્રસંગે તેમણે જૈન મુનિઓના આશીર્વાદ લીધા હતા અને જૈન ભાઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વક્તવ્ય આપ્યું હતું કે જૈન સમાજ ભગવાન મહાવીરના માર્ગે ચાલતો અત્યંત શાંતિપ્રિય સમાજ છે. આ સમાજે ક્ષમાશીલ વલણ કેળવવાનું અને માનવજાતના કલ્યાણ માટે કામ કરવાનું પસંદ કર્યું છે. તેમણે આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે તેમના વિચારો આપણા સૌ માટે પ્રેરણારૂપ બને તેવી સૌને શુભકામનાઓ પાઠવી હતી.
मुख्यमंत्री एकनाथ शिंदे यांचे महावीर जयंती रथोत्सवात सहभागी झाले. pic.twitter.com/43YaQPpEwO
— Vinod Yadav (@VinodYadav1857) April 4, 2023
શિંદેએ આ સમયે કહ્યું હતું કે રાજ્યમાં ગઠબંધન સરકાર આવ્યા બાદ તમામ તહેવારો પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, ત્યારે મહાવીર જયંતિ નિમિત્તે રથયાત્રા પણ એ જ ઉત્સાહ સાથે નીકળી રહી છે. આ અવસરે બોલતા મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે સમાજના તમામ વર્ગોને ન્યાય આપનારી આ સરકાર છે અને તે સામાન્ય લોકોને ન્યાય આપતી રહેશે.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રતાપ સરનાઈક, ધારાસભ્ય સંજય કેલકર, ધારાસભ્ય નિરંજન ડાવખરે, ભાજપના પ્રદેશ સચિવ સંદીપ લેલે અને શ્રી થાણા જૈન સંઘના તમામ અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ ક્રાઈમ: કાંદિવલીમાં પ્લેગ્રુપમાં બાળકોની મારપીટ, શિક્ષકોનું ક્રૂર વર્તન CCTVમાં કેદ, બે સામે ગુનો નોંધાયો