Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો, મુંબઈને અડીને આવેલા આ વિસ્તારના વૃદ્ધાશ્રમમાં 69 લોકોને થયો કોરોના; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ અહીંના ખડાવલી ખાતે માતોશ્રી વૃદ્ધાશ્રમમાં 67 વૃદ્ધોને કોરોના થયો છે.

આ 67 સંક્રમિત લોકો સિવાય એક નાનું બાળક અને એક નાની છોકરીને પણ કોરોના થયો છે. એટલે કે કુલ 69 લોકોને કોરોના થયો છે. 

કોરોના પોઝિટિવ મળ્યા બાદ તમામને થાણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં તેમની સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે તમામ વૃદ્ધોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.

મહારાષ્ટ્રની તમામ શાળાઓ 1લી ડિસેમ્બરથી શરૂ થશે કે નહીં? શું ફરીથી રાજ્યમાં લોકડાઉન લાગશે? જાણો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સની બેઠકમાં શું કહ્યું
 

Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Madurai Karthigai Deepam Controversy – સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના? મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ વિવાદ વચ્ચે દીપથૂન સ્તંભ પર ન પ્રગટ્યો દીવો!
Exit mobile version