News Continuous Bureau | Mumbai
હવામાન વિભાગ તરફથી પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં રેડ એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા બાદ હવે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જખૌ કચ્છથી રાજસ્થાન દક્ષિણ તરફ ગયેલા વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે ફરી એકવાર વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Western Railway :ચક્રવાત ‘બિપરજોય’ને કારણે કેટલીક વધુ કેટલીક ટ્રેનો પ્રભાવિત
આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. નાવકાસ્ટ જારી કરતા હવામાન વિભાગ તરફથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. નવસારી, ભરુચ, સુરતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં રેડ એલર્ટ જાર કરતા 41થી 61 કિમી ઝડપે પવન ફૂંકાવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે. રાજ્યમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ પણ પડી શકે છે.
ગઈકાલ રાતથી જ બનાસકાંઠામાં વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર ઝાડ પણ પડી ગયા હતા. આ સાથે રાત્રે પતરા ઉડવા સહીતના ઘટનાઓ પણ બની હતી