News Continuous Bureau | Mumbai
કડકડતી ઠંડી પડી રહી છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. તો રાત્રીના બજારોમાં ઠેરઠેર લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં 9 જાન્યુઆરી પછી તાપમાનમાં ફરીથી ઘટાડો થવાની સંભાવના છે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. વિદર્ભના કેટલાક જિલ્લાઓ ઠંડીની લહેર અનુભવી શકે છે, જ્યારે આગામી સપ્તાહે મુંબઈમાં તાપમાનમાં ભારે ઘટાડો થવાની ધારણા છે.
વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડામાં સિંગલ ડિજિટ તાપમાનની શક્યતા
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 જાન્યુઆરી પછી ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી બે દિવસ સુધી વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં શીત લહેર જોવા મળશે. આજે અને આવતીકાલે નાગપુર, વર્ધા, ભંડારા, ગોંદિયા અને અમરાવતી જિલ્લામાં વાવાઝોડાની સંભાવના છે. ગોંદિયામાં ચાર દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજે ગોંદિયા જિલ્લામાં તાપમાનનો પારો 7 ડિગ્રીએ પહોંચી ગયો છે અને સૌથી ઓછું તાપમાન વિદર્ભમાં નોંધાયું છે. ઉત્તર મહારાષ્ટ્રમાં નાસિક, ધુલે, જલગાંવ, નંદુરબાર અને મરાઠવાડાના ઔરંગાબાદ તેમજ જાલનામાં 9 જાન્યુઆરી પછી સિંગલ ડિજિટ તાપમાનનો અનુભવ થવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. ટ્રેનોને થશે અસર..
મુંબઈગરાઓ પણ ઠંડીમાં ઠુંઠવાશે
મુંબઈગરાઓ હાલમાં કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ આગામી સપ્તાહે 13 થી 14 જાન્યુઆરી વચ્ચે મુંબઈમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. મુંબઈનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની આશંકા છે.
Join Our WhatsApp Community