News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ ( Raj Thackeray ) આજે નાગપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ( CM Eknath Shinde ) સાથે મુલાકાત કરી હતી. રાજ ઠાકરે નાગપુરની મુલાકાતે છે. તો રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત તમામ સરકાર અને વિપક્ષ પહેલેથી જ નાગપુરમાં છે. આ દરમિયાન બંને દિગ્ગજોએ બંધ બારણે ચર્ચા કરી હતી. આ બેઠકની સત્તાવાર વિગતો બહાર આવી નથી. હવે રાજ ઠાકરે આજે રાત્રે દેવેન્દ્ર ફડણવીસને મળે તેવી શક્યતા છે. આથી આ બેઠકોના કારણે રાજકીય વર્તુળમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.
મહત્વનું છે કે રાજ ઠાકરે ભૂતકાળમાં ઘણી વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળી ચૂક્યા છે. કહેવાય છે કે આ નેતાઓ વચ્ચે વારંવાર થતી ચર્ચાઓને કારણે ભાજપ અને મનસે વચ્ચે નિકટતા વધી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ની પૃષ્ઠભૂમિમાં આ નિકટતા વધુ મહત્વની માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય પહેલા સમાપ્ત, આ વખતે સત્રમાં આટલા બિલો રજૂ કરવામાં આવ્યા..