News Continuous Bureau | Mumbai
ધ કેરલ સ્ટોરી ફિલ્મને કરમુક્ત કરવાના હેતુસર ભાજપના ધારાસભ્યો અને સાંસદો દ્વારા સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને મોટી ચર્ચાઓ સામે આવી હતી ત્યારે ફિલ્મ રીલીઝ થયા બાદ ફિલ્મ પર વિવાદ પણ શરુ થયો છે.જેમાં રાજકીય નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મને લઈને એમપી અને યુપી જેવા રાજ્યોએ કરમુક્ત કરી છે.
ગુજરાતમાં પણ ફિલ્મને કરમુક્ત કરવાની રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફે તમિલનાડું અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ પહેલેથી જ કેરળમાં બેન કરવામાં આવી છે.
ગુજરાતમાં આ ફિલ્મ કરમુક્ત બને તે હેતુથી ભાજપના રાજેકોટના ધારાભ્યો દર્શિતા શાહ, રમેશે ટીલાળા તેમજ અન્ય નેતા એવા સેંજય કોરડીયા અને વિપુલ પટેલ દ્વારા સીએમને પત્ર લખીને જૂઆત કરવામાં આવી છે.
ભાજપના 4 ધારાસભ્યો અને સાસંદો દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધ કાશ્મીર ફાઇલ ફિલ્મને પણ કરમુક્ત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Multibagger Stock: આને કહેવાય જેકપોટ. પાંચ રૂપિયાનો શેર હવે ₹600 નો થઈ ગયો. ઇન્વેસ્ટરો કરોડપતિ થયા.