Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાએ વધાર્યું ટેન્શન- મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સે માસ્કને લઈને કહી દીધી આ મોટી વાત-જાણો વિગત,

 News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) કોરોના કેસમાં(Corona case) થઇ રહેલા વધારાને કારણે સરકારનું ટેન્શન વધી ગયું છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત સરકાર હાઈ એલર્ટ(High alert) થઈ ગઈ છે ત્યારે કોરોના પર નિયંત્રણ લાવવા રાજ્યની ટાસ્ક ફોર્સે(State Task Force) અમુક ભલામણ કરી છે, જેમાં સાર્વજનિક સ્થળ(Public place) સહિત ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક(Masks) પહેરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાનું કહેવામાં આવ્યું નથી.

Join Our WhatsApp Channel

સોમવારે મોડી રાતે મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) ટાસ્ક ફોર્સ સાથે કોરોના વધતા કેસને મુદ્દે બેઠક કરી હતી, જેમાં કોરોનાને ફેલાતો રોકવા માટે જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.  ટાસ્ક ફોર્સે હોસ્પિટલ, થિયેટર, બંધ હોલ અને મોલમાં માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસમાં પાંચ જિલ્લામાં કોરોનાના કેસમાં મોટો વધારો થયો છે. સાત દિવસમાં 130,84 ટકાનો વધારો થયો છે. હાલમાં કોરોનાના દર્દીમાં તાવ એ મુખ્ય લક્ષણ જોવા મળી રહ્યું છે. ટાસ્ક ફોર્સે પોતાની ભલામણમાં કહ્યું છે કે તમામ ડોક્ટર 99 ડિગ્રી અથવા તેનાથી વધુ તાવના દર્દીનો ઈલાજ કરી શકે છે. દર્દીના એન્ટીજન ટેસ્ટ (RAT) અને  RtPcr કરવાનું પણ કહેવામાં આવ્યું છે. કોઈ દર્દી પોઝિટિવ(Covid19 positive) આવે તો તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરીને તેમના પણ ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર HSC પરિણામ 94-22 ટકા- ફરી એક વખત છોકરાઓને પછાડીને છોકરીઓ અવ્વલ તો મુંબઈ રહ્યું આ નંબર પર- જાણો વિગત

કોરોના પોઝિટિવને હોમ ક્વોરન્ટાઇન(Home quarantine) કરવા પર ભાર આપવામાં આવ્યો છે. તેમ જ 50થી વધુ ઉમરના લોકોને તેમ જ વેક્સિન ના લીધી હોય તેને વધુ તકેદારી લેવાનું કહેવામાં આવ્યું છે. તેમ જ ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, સતત તાવ, અવાજમાં ફેરફાર જણાય તેમ જ ગળામાં ખરાશ જેવા લક્ષણો જણાય તો તુરંત હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામા આવી છે. 48 કલાકથી વધુ સમય સુધી તાવ કે પછી અન્ય લક્ષણો જણાય તો અથવા 50થી વધુ વયના ઉંમરના લોકોને પણ આવા લક્ષણો જણાય તો તુરંત ડોકટરની સલાહ લેવાનું પણ કહેવામાં આવ્યું છે.
 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version