News Continuous Bureau | Mumbai
હાલના દિવસોમાં દેશભરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા’ ચાલી રહી છે. આ ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને દેશભરના અલગ અલગ સમાજના લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, કોંગીજનો દ્વારા થઇ રહેલી લોકો સાથે મુલાકાતને લઈને અનેક કિસ્સાઓ પણ લોકચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે એક વીડિયોએ લોકોમાં ભારે ઉત્કંઠા અને ચર્ચા જગાવી છે.
Sh. @RahulGandhi, what is this?pic.twitter.com/LAabKCOzqP
— Amar Prasad Reddy (@amarprasadreddy) November 16, 2022
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક યાત્રા ના સભા સ્થળ પર રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉભા છે. આ દરમિયાન રાષ્ટ્રગીત વગાડવાની જાહેરાત કરવામાં આવે છે. જેને લઇને સ્ટેજ પર તમામ કાર્યકર્તાઓ રાષ્ટ્રગીત માટે સ્ટેન્ડ બાયની સ્થિતિમાં આવી જાય છે. પરંતુ, આ દરમિયાન એક માનવીય ભૂલ થાય છે અને, કોઇ અલગ જ ગીત વાગવા લાગે છે. જેને લઈને થોડી જ સેકન્ડ બાદ રાહુલ ગાંધી આ મામલે ઇશારો કરે છે અને, તાત્કાલિક આ ગીતને બંધ કરવાનું કહેવાય છે. જોકે આ હાસ્યાસ્પદ ક્ષણોને લઇને વીડિયો વાયરલ થઇ ગયો છે.
આ સમાચાર પણ વાંચો: કેમ કરી હતી નોટબંધી? આશરે 6 વર્ષ બાદ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ, સામે આવ્યું આ સત્ય