News Continuous Bureau | Mumbai
પૂર્વ એનસીપી મંત્રી ધનંજય મુંડે ( NCP leader Dhananjay Munde ) મતવિસ્તારમાં કાર્યક્રમો અને સભાઓ પૂર્ણ કરીને પરલી પરત ફરતી વખતે મધ્યરાત્રે 12:30 આસપાસ અકસ્માતનો ( car accident ) ભોગ બન્યા હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં મુંડેને છાતીના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. મુંડેએ પોતે આ અંગે માહિતી આપી હતી.
राष्ट्रवादीचे नेते धनंजय मुंडे यांच्या गाडीला मंगळवारी रात्री अपघात झाला pic.twitter.com/JLZ40kuEyO
— News18Lokmat (@News18lokmat) January 4, 2023
દરમિયાન આ અકસ્માત બાદ સાવચેતીના ભાગરૂપે મુંડેને સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ ( Mumbai ) લઈ જવામાં આવશે તેવા સમાચાર મીડિયામાં પ્રસારિત થઈ રહ્યા છે. ધનંજય મુંડેની હાલત સ્થિર છે અને ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. પરંતુ સાવચેતીના ભાગ રૂપે, ધનંજય મુંડેને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. પૂર્વ મંત્રી ધનંજય મુંડેના વાહનને પરલી શહેરમાં અડધી રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં ધનંજય મુંડેને છાતી પર મામૂલી ઇજા થઇ, પરંતુ તેમના વાહનને ભારે નુકસાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની 3 સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓ 72 કલાકની હડતાળ પર
Join Our WhatsApp Community