News Continuous Bureau | Mumbai
પૂર્વ મંત્રી અને NCP નેતા ધનંજય મુંડેની ( NCP leader Dhananjay Munde ) કારને અકસ્માત ( car accident ) નડ્યો છે. મંગળવારે દિવસભરના કાર્યક્રમો અને મતવિસ્તારમાં મુલાકાતો પૂર્ણ કરીને પરલી ( Parli ) પરત ફરતી વખતે રાતે 12:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ધનંજય મુંડેને થોડી ઈજા થઈ છે. અકસ્માતમાં મુંડેને છાતીમાં વાગ્યું છે. ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો.
અગાઉ શિયાળુ સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોરનો અકસ્માત થયો હતો. નાગપુરથી સતારા જતી વખતે તેમની કારનો અકસ્માત થયો હતો. તે અકસ્માત બાદ વિપક્ષના નેતા અજિત પવારે ગૃહમાં જ પોતાના ધારાસભ્યોને રાત્રે મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. પરંતુ તે પછી પણ, ધનંજય મુંડેએ તેમની સલાહના આંખ આડા કાન કર્યા હોય તેવું લાગે છે.
આ સમાચાર પણ વાંચો : Hijab Controversy: ઈરાનની આ મહિલા ખેલાડીને હિજાબ પહેર્યા વિના ચેસ રમવી પડી ભારે, દેશમાં પરત આવવાની પાડી દીધી ના!