News Continuous Bureau | Mumbai
ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માને ગન લાઇસન્સ આપવામાં આવ્યું છે. નૂપુર શર્માએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને ગન લાયસન્સ માટે અરજી કરી હતી. પયગંબર મોહમ્મદ પરના વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને સતત જીવથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. વાત એમ છે કે 26 મે, 2022 ના રોજ એક ટીવી ડિબેટ દરમિયાન, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે વિવિધ સ્થળોએ હિંસક પ્રદર્શનો થયા હતા અને નૂપુર શર્માની ધરપકડની માંગ કરવામાં આવી હતી. આ સાથે માથું કાપી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ઉમેશ કોલ્હેનું ગળું કાપીને હત્યા, કન્હૈયાલાલનું માથું કાપી નાખવામાં આવ્યું
આટલું જ નહીં, નૂપુર શર્માના નિવેદનનું સમર્થન કરનારાઓને પણ શિરચ્છેદ કરવાની ધમકીઓ મળી રહી હતી. અમરાવતીમાં ઉમેશ કોલ્હેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તો ઉદયપુરમાં દુકાનમાં ઘૂસીને કન્હૈયાલાલનું માથું કાપી નાખવામાં આવ્યું. આ સાથે અન્ય ઘણા લોકોને પણ માથું કાપી નાખવાની ધમકી આપવામાં આવી. પ્રદર્શનમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવ્યા હતા .
નૂપુર શર્મા વિરુદ્ધ 8 રાજ્યોમાં 10 થી વધુ કેસ
સતત ધમકીઓ મળ્યા બાદ નૂપુર શર્માને ગન લાઇસન્સ આપવામાં આવ્યું છે. તેમની સામે 8 રાજ્યોમાં 10 થી વધુ કેસ નોંધાયેલા છે પરંતુ સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દીધા છે.
આ સમાચાર પણ વાંચો: તીવ્ર ઠંડીથી બચવા માટે કરો સંપૂર્ણ તૈયારી, ઉત્તર ભારતમાં પારો -4 ડિગ્રી સુધી ગગડી શકે છે
નૂપુર શર્મા વિવાદમાં શું થયું?
26 મે 2022ના રોજ ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પછી 29 મે, 2022ના રોજ કાનપુરમાં ધાર્મિક લાગણી ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. 30 મે 2022ના રોજ મુંબઈમાં નૂપુર વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. 3 જૂન 2022ના રોજ કાનપુરમાં હિંસક પ્રદર્શનો થયા હતા. રાષ્ટ્રપતિ આ દિવસે કાનપુરની મુલાકાતે હતા.
4 જૂન 2022 ઘણા મુસ્લિમ દેશોએ નૂપુર શર્માના નિવેદનનો વિરોધ કર્યો. આ પછી બીજા જ દિવસે 5 જૂન 2022ના રોજ, ભાજપે નૂપુરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી, સાથે જ નૂપુરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માફી પણ માંગી. 10 જૂન 2022 ના રોજ શુક્રવારની નમાજ પછી ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શનો થયા હતા.
21 જૂન 2022 નૂપુરના નિવેદનને સમર્થન આપવા બદલ અમરાવતીમાં ઉમેશ કોલ્હેનું ગળું કપાઈને હત્યા કરવામાં આવી હતી. 28 જૂન 2022 બે હત્યારાઓએ ઉદયપુરમાં એક દુકાનમાં ઘૂસીને કન્હૈયાલાલનું માથું કાપી નાખ્યું. 1 જુલાઈ, 2022ના રોજ આ મામલે સુપ્રીમ કોર્ટે નૂપુરને ફટકાર લગાવી હતી. 19 જુલાઈ, 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે નૂપુરની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ તમામ 8 રાજ્યોમાંથી કેસને દિલ્હી ટ્રાન્સફર કરી દીધા.
હવે નૂપુર શર્માને બંદૂકનું લાયસન્સ આપવામાં આવ્યું છે. જેથી તે પોતાની સુરક્ષા કરી શકે